પૂર્વ કચ્છના પોલીસવડા મહેન્દ્ર બગડીયાની પશ્ચિમ કચ્છ વિભાગમાં બદલી થતાં સ્ટાફ દ્વારા ભાવભેર વિદાય અપાય

પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડિયાની પશ્ચિમ કચ્છમાં બદલી થતાં ગાંધીધામના આંબેડકર ભવન ખાતે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર ગાંધીધામ, મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર, સાગર સાંબડા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક, પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા તથા તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેકટર અને શાળાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉપસ્થિત રહી પોલીસવડાને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પોલીસવડાના કાર્યકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. જેમાં પૂર્વ કચ્છના પોલીસવડા મહેન્દ્ર બગડિયાની પશ્ચિમ કચ્છ ભુજના પોલીસવડા તરીકે બદલી કરવામાં આવી છે. મહેન્દ્ર બગડિયા પૂર્વ કચ્છમાં ગત તા. 6 એપ્રિલ 2022ના નિમણૂક પામ્યા હતા. તેમના સમયગાળા દરમ્યાન અપનાનગર 41 લાખની લૂંટ, મુખ્ય બજારમાં કરોડની લૂંટ, 400 ક્વાર્ટરમાં 1.40 કરોડની લૂંટ, મંદિર ચોરી, હત્યા સહિતના બનાવો ઉકેલવામાં આવ્યા હતા. વિદાયમાન પ્રસંગે એસપી મહેન્દ્ર બગડીયાએ તમામ લોકો તથા પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા આવનાર એસપી સાગર બાગમારેને પણ સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.

Leave a comment