જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ અંતર્ગત વિશ્વ હિપેટાઇટિસ સપ્તાહની નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને અને હોસ્પિટલના હાઉસ કીપિંગ તેમજ પેશન્ટ કેર સ્ટાફને આ રોગની ગંભીરતા તેમજ રોગનો ફેલાવો,બચાવ,રસીકરણ વિગેરે અંગે માગૅદશૅન અને નિદર્શન દ્વારા સમજ આપી તથા સગર્ભા માતાઓએ હિપેટાઇટિસની તપાસ અને રસી લેવી જરૂરી હોવાની સલાહ આપી ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ જી.કે.ના ડાયરેક્ટર બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિકલ સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણી, બ્લડ બેંકના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાય,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર.ફૂલમાલી,સિવિલ સર્જન ડો.કશ્યપ બૂચ અને પ્રોગ્રામ ઓફિસર ડો.મનોજ દવેના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
નર્સિંગ સ્કૂલમાં નર્સિંગ ભાઈ બહેનોને હિપેટાઇટિસ અંગે માર્ગદર્શન આપતા મેડિકલ ઓફિસર ડો. ટી.કે.ભાનુશાલીએ કહ્યું કે,આ રોગ સામે લડવા રસીકરણ પ્રભાવશાળી હથિયાર છે.બાળકને જન્મની સાથે જ ૨૪ કલાકમાં રસી અપાવવી ખુબજ આવશ્યક છે.આ ઉપરાંત સગર્ભા માતાઓએ પણ હિપેટાઇટિસની તપાસ કરાવી લેવા સાથે રસી પણ મુકાવવી જરૂરી છે.આ પ્રસંગે નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ગીતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા.
જી.કે.ખાતે અન્ય એક કાર્યક્રમમાં દર્દીની સંભાળ લેતા, હાઉસ કિપિંગ તેમજ પેશન્ટ કેર કર્મીઓને નિદર્શન દ્વારા માર્ગદર્શન આપતા ડો. ભાનુશાલીએ જણાવ્યું કે,ફર્શ પર કે અન્ય જગ્યાએ દર્દીના શરીરનું પ્રવાહી કે લોહી ઢોળાય તો સાફ કરવાની પદ્ધતિ અંગે જ્ઞાન આપ્યું હતું. તજજ્ઞોએ હાથના ગ્લોઝ કેમ પહેરવા જેવી અનેક નાની નાની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મમતા ક્લિનિક કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્મા, કાઉન્સેલર જીજ્ઞેશ દેસાઇ,સી.એસ.ઓ.સુરેશ ચૌહાણ, ક્લસ્ટર પ્રોગ્રામ મેનેજર રાજેશ જાધવ,નર્સિંગ ટ્યુટર નિલેશ કોવાડિયા તેમજ સોડેક્ષો મેનેજર હુસૈનભાઈ હાજર રહ્યા હતા.
