મુંદરા- બારોઈ નગરપાલિકાની પેટા ચૂંટણીને નજીકના દિવસો હોવા છતા મતદારોમાં ખાસ કોઈ ઉત્સાહ દેખાતો નાથી. મુંદરા બારોઈના વોર્ડ નં.૧માં આજાથી બે વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં.૧માં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને મ્હાત આપી વિજય હાંસીલ કર્યો હતો. જેમાં અનુ.જાતિના પ્રમુખ મહિલા સીટ પર ચૂંટાયેલ કોંગ્રેસના કાઉન્સીલર નયનાબેન સુરાનું અવસાન થતા પેટા ચૂંટણી રસપ્રદ બની છે. ખાસ મહત્વની વાત એ છે કે, નગરપાલિકામાં કુલ ૨૮ સદસ્યોમાંથી ૧૯ નગરસેવકો ભાજપમાં છે. જયારે કોંગ્રેસ પાસે માત્ર ૯ નગરસેવકો છે. તેમાં કોંગ્રેસના સદસ્યા નયનાબેનનું અવસાન થતા ખાલી પડેલ પેટા સીટના કોઈ પણ પક્ષના ઉમેદવાર જીતે તો લેશ માત્ર ફેર પડતો નાથી. છતા પણ કોંગ્રેસ પોતાની સીટ બચાવવા પ્રયત્નો કરી રહી છે. સામા પક્ષે ભાજપ દ્વારા વર્ષોથી આ વિસ્તારની કોંગ્રેસની કહેવાતી સીટ પર કબ્જો કરી નગરપાલિકા દ્વારા અત્યાર સુાધીની કામગીરીને પ્રજાનું સમાર્થન મળ્યું છે તેમ સાબિત કરવા કમર કસી છે. જયારે ત્રીજા પરિબળ તરીકે આમ આદમી પાર્ટીએ વનીતાબેન મહેશ્વરીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જે બંને પક્ષ માટે હારજીતનું કારણ બની શકે છે.
મુંદરા બારોઈ વોર્ડ નં.૧માં અનુસુચિત જાતિ(સ્ત્રી)ની બેઠક માટે ચૂંટણી યોજાતી હોઈ ભાજપ તરફાથી એમબીએ થયેલા શિક્ષિત મહિલા મીતાલીબેન ધુઆને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જયારે કોંગ્રેસ પાર્ટીએ પણ મુંદરાના જાણીતા શિક્ષિત મહિલા ડો.બીનાબેન કેનીયાને ચૂંટણી જંગમાં ઉતારતા પ્રાથમ નજરે લાગતી પેટા ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો છે. જયારે આપ પાર્ટી તરફાથી જાણીતા મહિલા અગ્રણી વનીતાબેન મહેશ્વરીને ટિકિટ આપી કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને દોડતા કરી દીધા છે. આપ પાર્ટીના ઉમેદવાર કેટલા મત લે છે તેના પર હાર જીતનું ગણિત રાજકીય પડિતો માંડી રહ્યા છે. જયારે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખે નગરપાલિકામાં પેટા ચૂંટણીમાં જીતીને એન્ટ્રી કરશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.
આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપ તરફાથી પ્રચાર માટે જિલ્લા કક્ષાએાથી પણ કાર્યકરો અને આગેવાનોની ફોજ પ્રચાર માટે ઉતારી છે. અને આ વિસ્તારની સીટ પ્રાથમ વખત કબ્જે કરી કોંગ્રેસને મરણતોલ ફટકો આપવા માટે કટિબધૃધ બની છે. આ વોર્ડમાં અનુ.જાતિના મતદારો વધુ હોવાથી ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએાથી પણ સામાજીક અગ્રણીઓને વોર્ડ નં. ૧માં પ્રચાર માટે મોકલ્યા છે. જેના લીધે મુંદરાના સૃથાનિક કાર્યકર્તાઓ અને આગેવાનોએ પ્રચારમાં ગરમી પકડી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જયારે કોંગ્રેસ પાસે કાર્યકરોની ફોજ નહિંવત હોવાથી પ્રચારમાં ચોક્કસપણે ભાજપનો ઘોડો આગળ દોડી રહ્યો છે. જો કે, મતદારોમાં હજુ ઉદાસીનતા જોવા મળી રહી છે.
