~ સંજય કુમારના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધરવાની મંજૂરી મળી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવાની કેન્દ્રની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળ વધારવાને લઈ કેન્દ્રને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટ તેમાંના ચુકાદામાં સંજય કુમારના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધરવાની મંજૂરી આપી છે. હવે અગામી 15 સપ્ટેમ્બર સુધી સંજય કુમાર મિશ્રા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.
હવે કોઈ એક્સટેન્શન મળશે નહી: સુપ્રીમ
સરકારે 15 ઓક્ટોબર સુધી લંબાવવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટ તેની આ વાત પર સહમત થઇ નહી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આનાથી આગળ કોઈ એક્સટેન્શન આપવામાં આવશે નહીં.\
સુપ્રીમ કોર્ટે એક્સટેન્શનને ગણાવ્યું હતું ખોટું
11 જુલાઈના રોજ આપવામાં આવેલા તેમના મહત્વપૂર્ણ આદેશમાં સુપ્રીમ કોર્ટે સંજય મિશ્રાના કાર્યકાળને ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ખોટી રીતે માન્ય રાખ્યો હતો. ત્યારપછી SCએ પોતાના નિર્ણયમાં સંજય મિશ્રાને 31મી જુલાઈ સુધી ED ડાયરેક્ટર પદ પર રહેવાની મંજૂરી આપી હતી. આ રીતે કોર્ટે મિશ્રાના કાર્યકાળમાં 110 દિવસનો ઘટાડો કર્યો હતો, કેન્દ્ર સરકાર તેમને 18 નવેમ્બર સુધી જાળવી રાખવા માંગતી હતી. આ પછી, સરકારે તકનીકી અને પ્રક્રિયાગત જટિલતાઓમાં લાગેલા સમયને ધ્યાનમાં રાખીને કાર્યકાળ વધુ થોડો સમય લંબાવવા વિનંતી કરી હતી, જેથી કાયમી નિમણૂકો એડહોક અથવા નિયત પ્રક્રિયા મુજબ કરી શકાય.
