અદાણી ગ્રીનમોસ્ફિયર પાર્ક ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

~ હરિયાળી અને સ્વાસ્થ્ય લાભ માટે ઔષધીય વનસ્પતિની અમૂલ્ય ભેટ!

 અદાણી ટોટલ ગેસ લિમીટેડ અને કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગ્રીનકવર વધારવા સમગ્ર સપ્તાહ દરમિયાન વૃક્ષારોપણ ઝુંબેશ આદરવામાં આવી. આ વર્ષે આરોગ્ય માટે ઉપયોગી એવા ઔષધીય વૃક્ષો વાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉજવણીની ખાસ વાત તો એ રહી કે, તેમાં લોકભાગીદારીને આવરી લેવા ઘરોમાં રોપણી કરી શકાય તેવા રોપા લગાવવામાં આવ્યા હતા.

વન મહોત્સવ અંતર્ગત અદાણી ટોટલ ગેસ તેમજ CERC- અમદાવાદની ટીમે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. ‘છોડમાં રણછોડનું સૂત્ર સાર્થક કરતા વન મહોત્સવની ઉજવણી દરવર્ષે વિવિધ પ્રકારના છોડ વાવીને કરવામાં આવે છે. આ વર્ષે AMC-અદાણી ગ્રીનમોસ્ફિયર પાર્ક ખાતે વિવિધ ઔષધીય છોડ રોપવામાં આવ્યા.

અદાણી ટોટલ ગેસની ટીમ સહિત વાઈસ પ્રેસિડેન્ટ પ્રણવકુમાર ઘોષે પણ આ અભિયાનમાં જોડાઈને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે “વન મહોત્સવમાં સહભાગી બનતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. વન મહોત્સવ દ્વારા આમારું લક્ષ્ય હરિયાળી, હવાની ગુણવત્તા અને જૈવવિવિધતા વધારી ભાવિ પેઢી માટે ટકાઉ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાનું છે. આ પહેલ અમારા વિઝનને અનુરૂપ સમર્પણને વધુ મજબૂત બનાવે છે“.  

વનનાબૂદીને પડકારવા દર વર્ષે જુલાઈમાં વન મહોત્સવ ઉજવવામાં આવે છે. વૃક્ષારોપણ અભિયાનને વધુ વેગવાન બનાવવા ઘરોમાં ખાલી જમીન પર પણ નાના-મોટા છોડ રોપવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારોમાં મોટા વૃક્ષો વાવવાનું મુશ્કેલ હોવાથી આ ઉપક્રમ ચલાવવામાં આવે છે. આ વર્ષે તુલસી, અરડુસી, ગરમાળો કુંવરપાઠુ, અજવાઈન, પેરીવિંકલ, બોગનવિલેઆ વગેરે જેવી ઔષધીય વનસ્પતિ રોપવામાં આવી હતી.

CERCના ઉદય માવાણીએ જણાવ્યું હતું કે “વૃક્ષારોપણ ઝુંબેશમાં ઔષધીય રોપાઓને મહત્વ આપવાનું કારણ વૃક્ષારોપણ માત્ર હરિયાળા ભવિષ્ય માટે જ નહી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઉપચાર માટેની અમૂલ્ય ભેટ છે.”

ઔષધીય રોપાઓ જૈવવિવિધતા સાથે અમૂલ્ય ઔષધીય ફાયદાઓ મેળવવામાં આગવુ યોગદાન આપે છે. તેઓ પ્રકૃતિ અને આપણી સુખાકારી બંનેનું જતન કરવામાં અમૂલ્ય સેવા પ્રદાન કરે છે. કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર-અમદાવાદ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના EIACP પ્રોજેક્ટ માટે સંસાધન ભાગીદાર છે.

ATGL લો કાર્બન સોસાયટી પહેલ હેઠળ વૃક્ષારોપણ, જનજાગૃતિ ફેલાવવી, શાળાઓ-કોલેજોને ગ્રીનમોસ્ફિયર ક્લબમાં જોડવી, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવી તેમજ ઉર્જા અને પાણી બચાવવાની ઝુંબેશ અવિરતપણે ચલાવી રહી છે.

Leave a comment