કચ્છની ખારેક દેશ વિદેશમાં પ્રખ્યાત છે લોકો કચ્છની ખારેકને કચ્છી સૂકો મેવો તરીકે પણ ઓળખે છે પણ આ વર્ષે વાવાજોડું ભારે વરસાદના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા ન હોવાનો સુર ઉઠવા પામ્યો છે
કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં વર્ષોથી ખારેકની ખેતી થાય છે, તેમજ ધ્રબ ગામની ખારેક વિશ્વમાં વિખ્યાત છે, અહીં સાત કરતા વાધુ પ્રકારની ખારેક પાકે છે જેના કલર તેમજ મીઠાસના કારણે નામના મેળવી છે, ધ્રબ ગામમાં મુખ્યત્વે પીળા, લાલ, કેસરી, તેમજ બ્રાઉન કલર ની ખારેક વાધુ જોવા મળે છે, અહીં ભારતીય ખારેક સીવાય ઈઝરાયેલી ખારેકની પણ ખૂબ ઉત્પાદન છે. અહિ નોંધનીય છે કે ખારેક મૂળ તો ખજૂર જ હોય છે પણ જૂન મહિનામાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નહી મળવાના કારણે પાકી નાથી શકતી જેના લીધે ખજૂરમાં પરીવતત થઈ શકતી..અને ખારેક તરીકે ઓળખાય છે, ભારત મોટા પાયે ખજૂરનું આયાત અરબ દેશોમાં કરે છે ત્યારે જો પૂરતું તાપમાન મળે તો ઇમ્પોર્ટ કરવાની જરૃર ન પડે, સરકાર દ્વારા ખારેક સંશોધન કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે જે ખારેક પર રિસર્ચ કરતું રહે છે.ધ્રબ ગામ ની ખારેક દેશ ઉપરાંત વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે જેના કારણે ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ,વિએતનામ તેમજ મલેશિયા જેવા દેશો માં પણ એક્સપોર્ટ થાય છે બીજી તરફ ભુજ તાલુકાના રેલડી,માંડવી સહિતના વિસ્તારમાં ખારેકનું ઉત્પાદન થાય છે
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સીઝનમાં દરરોજ ૫૦ થી ૬૦ ગાડી ખારેક બાંગ્લાદેશ સપ્લાય થતી હોય છે પરંતુ આ વખતે બાંગ્લાદેશ દ્વારા ડયૂટીમાં વાધારો કરતા ખેડૂતોને માલ મોકલવો મુશ્કેલીરૃપ બની રહ્યો છે.એક કિલોના પહેલા ૧૦ રૃપિયા ડયૂટી હતી આ વખતે એક કિલોના ૮૦ રૃપિયા ડયૂટી પહોંચી છે હાલમાં ખેડૂતોને ભારતમાં માલ મોકલવો પડે છે.જેમાં યોગ્ય ભાવ મળતા નાથી વાવાજોડામાં મોટા ભાગના ખારેકના વૃક્ષો પડી ગયા છે ત્યારે ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વખત આવ્યો છે.
