ખાવડા અદાણી સૌર ઊર્જા પાર્કમાં આયોજીત આંખના કેમ્પમાં ૭૦ દર્દીઓને નિશુલ્ક સારવાર

ખાવડા  સરહદ ઉપર આવેલા અદાણી સૌર ઉર્જા પાર્ક ખાતે કાર્યરત કર્મચારીઓ અને શ્રમજીવીઓમાં પર્યાવરણની પ્રતિકુળતાને અનુલક્ષીને આંખની કોઈ સમસ્યા હોય તો તેના ઈલાજ માટે આંખની ચકાસણી અને સારવાર કેમ્પનું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.

જી.કે.જનરલ હોસ્પિટલના આંખ વિભાગના ઉપક્રમે કરાયેલી ચકાસણીમાં ૭૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આંખના તબીબ ડો.વૃંદાબેન અને તેમની ટીમે આંખના નિદાન ઈલાજ ઉપરાંત આંખના વિઝનની પણ તપાસણી કરી હતી. 

તબીબોના જણાવ્યા મુજબ આંખની  સામાન્ય બાબતો જેમ કે, પાણી આવવું  જેવી સમસ્યા જોવા મળ્યા હતા.

Leave a comment