ત્રણ દાયકા પહેલા જ્યારે મેં અદાણી ગૃપની સ્થાપના કરી ત્યારે મને કલ્પના ન હતી કે અદાણી ગૃપ વટવૃક્ષની જેમ વૃધ્ધિ પામીને દેશનો સૌથી મોટો ઉદ્યોગ સમૂહ બનશે. ૧૨મી સપ્ટેમ્બર ૧૯૯૪ના એ દિવસે જે અગાઉ અદાણી એક્ષ્પોર્ટ તરીકે જાણીતી અદાણી એન્ટરપ્રાઇઝે તેનો સૌ પ્રથમ આઇપીઓ તરતો મૂક્યો હતો.
ત્યારે હું ૩૨માં વર્ષમાં પ્રવેશ્યો હતો.
આજે જ્યારે હું પાછલા વર્ષોમાં નજર કરું છું ત્યારે મારી નજર સામે અનેક લોકોના ચહેરા તરવરે છે કે જેમણે આપની કંપનીને આ કક્ષાએ પહોંચવામાં પ્રચંડ તાકાત પૂૂરી પાડીને સક્ષમ કરી છે. તેઓ તમામનો હું આભારી છું, જ્યારે આપણે ભૂતકાળ ઉપર નજર નાંખવામાં સમય વ્યતિત કરીએ તે જ સમયે આપણી સમક્ષ એ ચિત્ર પણ ખડું થાય છે કે ૩૦ વર્ષમાં આપણે કેટલા બધા ક્ષેત્રોને આવરી લીધા છે. આપણી સમક્ષ હજુ પણ મહત્વાકાંક્ષાઓનો ભંડાર છે. આપણી આ સફરની એક લાક્ષણિકતા એ આપણી સ્થિતિસ્થાપકતા છે જે આપણને સતત વ્યાખ્યાયિત કરી રહી છે.
- આ એ સ્થિતિસ્થાપકતા છે જે આપણને આપણે જે ક્ષેત્રમાં દાખલ થઇએ તેમાં આપણને વધુ મજબૂતી આપે છે.
- જે સ્થિતિસ્થાપકતા રાષ્ટ્રમાં આપણી શ્રધ્ધાને પ્રેરિત કરે છે તેને આપણે આપણી માતૃભૂમિ કહીએ છીએ.
- અને સ્થિતિસ્થાપકતા જે આપણને આપણા સપનાને સાકાર કરવાની ઉત્કટતા આપે છે
અને હું આજે આ દરેકને યાદ કરીશ.
આપ સર્વ જાણતા હશો કે આ વર્ષે આપણા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ અમે ભારતના ઇતિહાસમાં સૌથી મોટી ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા તે જ સમયે અમેરિકા સ્થિત શોર્ટ-સેલરે આપણા શેરોના ભાવોને નીચે લાવવા એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ રિપોર્ટ એક ચોક્કસ લક્ષ સાથેની ખોટી માહિતી અને માનહાનીના આરોપોનું મિશ્રણ હતું, આ પૈકીના મોટા ભાગના ૨૦૦૪ થી ૨૦૧૫ સુધીના હતા. જે તમામની તે વેળાએ યોગ્ય અધિકારીઓ દ્વારા પતાવટ કરવામાં આવી હતી. આ અહેવાલ એક ઇરાદાપૂર્વકનો અને દૂષિત પ્રયાસ હતો જેનો હેતુ અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને અમારા શેરના ભાવમાં ટૂંકા ગાળાના ડ્રાઇવ-ડાઉન દ્વારા નફો કમાઇ લેવાનો હતો.
ત્યારબાદ અમે તરત જ આ અહેવાલનું ખંડન કરવા સાથે રોકાણકારોના હીતમાં એક મહત્વનું પગલું લઇ આ એફપીઓ સંપૂૂર્ણ ભરાઇ ગયો હોવા છતાં અમારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે પૈસા પાછા ખેંચીને પરત કરવાનો અમે નિર્ણય લીધો.આ સમયે બદઇરાદાઓ ધરાવતા વિવિધ લોકોએ શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા દાવાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંસ્થાઓએ વિવિધ સમાચારો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ખોટી બાબતોને પ્રોત્સાહન આપીને તેનો ફેલાવો કર્યો હતો.
આપ સહુ જાણો છો એમ અહેવાલના અનુસંધાને ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે આ બાબતની તપાસ માટે પોતાની સ્વતંત્રતા અને નિષ્ઠા માટે જાણીતી વ્યક્તિઓનો સમાવેશ કરી નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિનો રિપોર્ટ મે ૨૦૨૩માં જાહેર કરવામાં આવ્યો હતો.
નિષ્ણાત સમિતિને કોઈ નિયમનકારી ત્રુટી કે નિષ્ફળતા જોવા મળી નથી. સમિતિના અહેવાલમાં આપની કંપની દ્વારા નુકશાન ધટાડવા માટે લેવામાં આવેલા પગલાંઓએ રોકાણકારોમાં આત્મવિશ્વાસનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરી હતી માત્ર એટલું જ જોવા મળ્યું નથી પરંતુ એવું પણ ટાંક્યું છે કે ભારતીય બજારોની અસ્થિરતાને લક્ષમાં રાખીને વિશ્વસનીય આરોપો કરવામાં આવ્યા હતા. તેણે આપણા ગ્રૂપના ડિસ્ક્લોઝર્સની ગુણવત્તાની પણ પુષ્ટિ કરી છે અને કોઇ ઉલ્લંઘનનું એકપણ ઉદાહરણ મળ્યું નથી.
સેબીએ હજુ તેનો અહેવાલ સુપ્રત કરવાનો છે ત્યારે અમોને અમારા શાસન અને ડિસ્ક્લોઝરના ધોરણો પર ભરોસો છે.આ બાબતમાં સતત સુધારાઓ કરવાનું ચાલુ રાખવા માટેની મારી પ્રતિબદ્ધતા છે.
આપણો ટ્રેક રેકોર્ડ પોતે જ દર્શાવે છે,છતાં આ પડકારોમાંથી અમે પસાર થયા ત્યારે અમારા હિતધારકોએ અમારી પડખે ઉભા રહીને જે સમર્થન આપ્યું છે તે માટે હું આભારી છું. એ ઉલ્લેખ કરવાનો આનંદ છે કે આ કટોકટી દરમિયાન પણ અમે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી ફકત અબજો નાણા એકત્ર કર્યા એટલું જ નહી પરંતુ ભારત કે વિદેશમાં કોઈ ક્રેડિટ એજન્સીએ આપણા કોઇપણ રેટિંગમાં ઘટાડો કર્યો નથી.
આપની કંપનીના સંચાલન અને મૂડી ફાળવણીની પ્રથાઓમાં રોકાણકારોની આ સૌથી મજબૂત માન્યતા છે.
છેલ્લા એક દાયકામાં મેં અનેકવાર એક નિવેદન વારંવાર કર્યું છે અને આજે ફરી કરું છું કે આ રાષ્ટ્ર જેને આપણે આપણી માતૃભૂમિ કહીએ છીએ તેના ઉજળા ભવિષ્યમાં મારી અખંડ શ્રધ્ધા છે. આ બાબતમાં કેટલાક સંદર્ભ સ્થાપવા પ્રયાસ કરું છું.
વિશ્વ અનેકવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે પછી તે આબોહવાની કટોકટી, ભૌગોલિક રાજકીય પડકારો, સપ્લાય ચેઈન અને ઊર્જાની અસ્થિરતા હોય અથવા સતત ફુગાવો હોય તે વાત આજે કોઈ ઈન્કારી શકે નહી. જ્યારે આ પ્રકારની ઘટનાઓ એકસાથે આકાર લેતી હોય ત્યારે તેના કોઈ સ્પષ્ટ ઉકેલ નજરમાં ન હોય એવો સમય આપણી પાસે ક્યારેય નથી આવ્યો.
વધુમાં ખાસ કરીને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સમાં દિન પ્રતિદિન ઉમેરાતા નવા આયામો જેવી તકનીકી ક્રાંતિને કારણે તકો અને પડકારો સામે આપણી પાસે જે છે તે હાલના વૈશ્વિક ઓપરેટિંગ મોડલ્સમાં એક વિશાળ સંભવિત રીસેટ છે.
ભવિષ્યનું કામ, ભાવિ અભ્યાસ, ભવિષ્યની દવાઓ અને કેટલેક અંશે ભવિષ્યની આર્થિક વૃદ્ધિને ફરીથી સેટ કરવાની જરૂર પડશે. તેથી જેમ જેમ આપણે એક નાણાકીય વર્ષ સમાપ્ત કરીએ છીએ અને બીજું શરૂ કરીએ છીએ, ત્યારે એક ડગલું પાછું લેવું એવા આ લેન્ડસ્કેપના ભાગરૂપે વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની સ્થિતિનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે.
જ્યારે આર્થિક ચક્રની આગાહી કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે, ત્યારે ભારત પહેલેથી જ વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તથા ૨૦૩૦ પહેલા વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને બાદમાં ૨૦૫૦ સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેમાં કોઈ શંકા નથી.
કોઈપણ અર્થતંત્ર માટે નીતિના અમલીકરણ અને વૃદ્ધિનો પાયો નાખવા માટે એક સ્થિર સરકાર મહત્વની છે તે સારી રીતે સમજીને મજબૂત, ટકાઉ અને સંતુલિત વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ એવા ઘણા માળખાકીય સુધારાના અમલીકરણ સાથે આ અસર અમે જોઈ છે. ભારતની વસ્તી વિષયક અને આંતરિક માંગના સતત વિસ્તરણ સાથે આ સ્થિરતા એક શક્તિશાળી મિશ્રણ છે.
આપણા રાષ્ટ્રના ડેમોગ્રાફિક ડિવિડન્ડથી વપરાશ વધારવાની અને કર ચૂકવણી કરતા સમાજના વિકાસને રેકોર્ડ ગતિએ વેગ મળવાની અપેક્ષા છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડેે એવું પ્રોજેક્ટ કર્યું છે કે ૨૦૫૦માં પણ ભારતની સરેરાશ વય માત્ર ૩૮ વર્ષ હશે..
આ સમયગાળા દરમિયાન ભારતની વસ્તી આશરે ૧૫% વધીને ૧.૬ બિલિયન થવાની ધારણા છે, પરંતુ માથાદીઠ આવક ૭૦૦% થી વધીને લગભગ ૧૬,000 યુએસ ડોલર થશે.ખરીદ શક્તિની સમાનતાના આધારે આ માથાદીઠ આંક ૩ થી ૪ ગણો વધારે હશેઅને તેની સાબિતીરુપ અમારી પાસે આંકડા છે તે મુજબ આપણે આઝાદ થયા પછી, જીડીપીના પ્રથમ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં આપણને ૫૮ વર્ષ, પછીના ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં ૧૨ વર્ષ અને ત્રીજા ટ્રિલિયન માટે માત્ર ૫ વર્ષ લાગ્યાં છે. હું ધારું છું કે આગામી દાયકામાં ભારત દર ૧૮ મહિનામાં તેના જીડીપીમાં ટ્રિલિયન ડોલર ઉમેરવાનું શરૂ કરશે.
આ વિગતો આપણને ૨૦૫૦ સુધીમાં ૨૫ થી ૩૦ ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર લાવે છે અને ભારતના સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશનને ૪૦ ટ્રિલિયન ડોલરથી વધુ સુધી લઈ જશે જે વર્તમાન સ્તરોથી આશરે ૧૦ ગણું વિસ્તરણ થશે.
આ અવિશ્વસનીય શક્યતાઓ પર વિચાર કરવા હું આપને વિનંતી કરુુ છું. ભારતના આર્થિક વિકાસ અને ગતિશીલ લોકશાહી સમાજને સંતુલિત કરવાની આ સફળ ગાથાની તુલના બેજોડ છે.આપણી માભોમની વૃદ્ધિની ગાથામાં મારો વિશ્વાસ ક્યારેય ડગ્યો નથી.
અને હવે અમારા પરિણામો વિશે વાત કરુ તો :
અમારા નાણાકીય વર્ષ ૨૨-૨૩ના ઓપરેશનલ અને નાણાકીય પરિણામો અમારા ગ્રાહક આધારમાં થઇ રહેલા સતત વિસ્તરણના એક પુરાવા તરીકે અમારી સફળતાના સાક્ષી છે પછી તે B2B તરફના હોય કે B2Cની બાજુના.
અમારી બેલેન્સ શીટ, અમારી અસ્કયામતો અને અમારો ઓપરેટિંગ કેશફ્લો સતત મજબૂત થઇ રહ્યો છે અને હવે પહેલા કરતા વધુ સ્વસ્થ છે. અમે જે ગતિએ સંપાદન કર્યું છે અને તેને પરિર્વતિત કર્યું છે તે સમગ્ર રાષ્ટ્રીય લેન્ડસ્કેપમાં અજોડ હોવા સાથે તે અમારા વિસ્તરણના નોંધપાત્ર ભાગને પ્રોત્સાહન આપે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અમારી ભાગીદારી અમારા સંચાલનના ધોરણોનો પુરાવો છે. ઑસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં અમોને મળેલી સફળતા એ અમારા આંતરરાષ્ટ્રીય વિસ્તરણના પ્રમાણને માન્ય કરે છે.
અમારી સિધ્ધીઓ પૈકીની કેટલીક મહત્વની સિધ્ધિઓ:
- નાણાકીય વર્ષ-૨૨-૨૩માં અદાણી ગૃપની કંપનીઓએ નાણાકીય પ્રદર્શનના રેકોર્ડ સ્થાપ્યા છે.
- કુલ EBITDA ૩૬% વૃધ્ધિ પામીને રુ.૫૭,૨૧૯ કરોડ
- કુલ આવક ૮૫% વધીને રુ.૨,૬૨,૪૯૯ કરોડ અને
- કુલ PAT ૮૨% વધીને રુ.૨૩,૫૦૯ કરોડ
- ગ્રૂપના ઝડપી રોકડ પ્રવાહે EBIDTA રેશિયોને ૩.૨x થી ૨.૮x સુધી લઇ જવાના કારણે અમારા નેટ ડેટમાં વધુ સુધારો થયો છે.
- અમારી ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ,એ નાણાકીય વર્ષ ૨૨-૨૩ માં તેના EBITDA ના મોટા ભાગના ૫૦% માટે જવાબદાર નવા વ્યવસાયો સાથે સફળતાપૂર્વક તેની ઇન્ક્યુબેશન ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે
- હાલ ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટમાં બે મુખ્ય પ્રોજેક્ટ્સમાં નવી મુંબઈ એરપોર્ટ અને કોપર સ્મેલ્ટરનો સમાવેશ થાય છે. બંને નિયત સમય રેખા ઉપર છે. નવી મુંબઈ એરપોર્ટ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓપરેશનલ રેડીનેસ અને એરપોર્ટ ટ્રાન્ઝિશન માટેની તૈયારી કરી રહ્યું છે
- નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ઇન્ટેગ્રેડ રિસોર્સ મેનેજમેન્ટ વોલ્યુમ ૬૪ MMT સામે ૩૭% વધીને ૮૮ MMT થયું છે
- NDTV સમગ્ર વિશ્વમાં વિશાળ શ્રેણીના દર્શકોને સેવા આપવા માટે તેના આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામિંગ અને કવરેજનું વિસ્તરણ કરી રહી છે.
- અમારું ડેટા સેન્ટર JV AdaniConneX ટૂંકા ગાળામાં ૩૫૦ મેગાવોટ ક્ષમતા અને મધ્યમ ગાળામાં ૧ ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરવા માટે તૈયાર છે. ભારતમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઓર્ડર બુક છે. વિશ્વમાં સૌથી મૂલ્યવાન બની રહેલા સંસાધન કોમ્પ્યુટેશનના સંદર્ભમાં ગ્રીન પાવરમાં અમારી તાકાત સાથે સંયોજનમાં આ સાહસ ગેમ ચેન્જર હશે.
- ગ્રીન પાવરની વાત કરીએ તો, અદાણી ગ્રુપ ભારતની નેટ ઝીરો સફરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. અમારા રિન્યુએબલ એનર્જી બિઝનેસ અંતર્ગત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે, રાજસ્થાનમાં ૨.૧૪ ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ સોલર-વિન્ડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
- અમારો ઓપરેશનલ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ૪૯% વધીને ૮ GW થી વધુ થયો છે. ભારતમાં સૌથી મોટો આ ઓપરેશનલ રિન્યુએબલ પોર્ટફોલિયો છે. અમારું ધ્યાન સ્કેલ પર સૌથી ઓછી કિંમતના ગ્રીન ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવા પર રહેલું છે અને ૨૦૩૦ સુધીમાં ૪૫ GW રિન્યુએબલ એનર્જી ક્ષમતાના અમારા લક્ષ્યને હું પ્ુન:પુષ્ટી કરવા માંગુ છું.
- અને વધુમાં હવે અમે ખાવડામાં રણની વચ્ચે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ પાર્ક બનાવી રહ્યા છીએ. અમે અત્યાર સુધી અમલમાં મૂક્યો છે. તેમાં આ સૌથી જટિલ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ૭૨,000 એકરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ ૨૦ GW ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે. અને અમે તેને અમારા અમલના ઇતિહાસમાં કોઈપણ પ્રોજેક્ટ કરતાં વધુ ઝડપથી બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ
- અમારો બંદરોનો વ્યવસાય તમામ મોરચે મજબૂતીનો આધારસ્તંભ બની રહ્યો છે. ૭૦% ના પોર્ટ EBITDA માર્જિન સાથે APSEZ વૈશ્વિક સ્તરે સૌથી વધુ નફાકારક પોર્ટ ઓપરેટરોમાંનું એક બની રહ્યું છે અને ૨૦૩૦ સુધીમાં અમે વિશ્વની સૌથી વધુ નફાકારક એક માત્ર પોર્ટ કંપની બનવાનો મક્કમ ઇરાદો ધરાવવા સાથે વાર્ષિક એક અબજ ટન કાર્ગોનું સંચાલન કરવામાં સક્ષમ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી પણ બનવા માંગીએ છીએ.
- ત્યાં સુધીમાં, APSEZ કાર્બન ન્યુટ્રલ હશે અને તેનો EBIDTA પણ ત્રણ ગણો થઈ જશે.
- આગામી ૧૨-૨૪ મહિનામાં, APSEZ વિઝિનજામમાં ભારતનું સૌથી મોટું ટ્રાન્સશિપમેન્ટ હબ અને કોલંબોમાં એક બંદર પણ શરૂ કરશે.
- અને ઈઝરાયેલમાં હાઈફા પોર્ટનું અધિગ્રહણ અમને હિંદ મહાસાગરની આજુબાજુ ભૂમધ્ય સમુદ્ર સાથે આપણા બંદરોને જોડવાની મંજૂરી આપશે, જેનાથી આપણને ભારતની વિકાસ ગાથા અને ઘણી મોટી પ્રાદેશિક વૃદ્ધિની ગાથા બંનેનો લાભ લેવા માટે સ્થાન મળશે.
- અદાણી પાવર લિ.ની વાત કરું તો, અમે ૧.૬ GW અલ્ટ્રા-સુપરક્રિટિકલ ગોડ્ડા પાવર પ્લાન્ટ સફળતાપૂર્વક ચાલુ કર્યો છે અને હવે બાંગ્લાદેશને પાવર સપ્લાય કરી રહ્યા છીએ. આ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં આપણો પ્રવેશ દર્શાવે છે. ઉપરાંત સ્થાનિક પાવર સેક્ટરમાં એપીએલ મધ્યપ્રદેશના મહાનમાં અન્ય ૧.૬ ગીગાવોટનો અલ્ટ્રા-સુપરક્રિટિકલ પ્રોજેક્ટ ઉમેરી રહી છે.
- અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ પણ ઝડપથી તેની કામગીરીની પાંખ વિસ્તારી રહ્યું છે, ટ્રાન્સમિશન બિઝનેસે બજાર કરતાં પણ ઝડપથી વિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે. ATLની આવકમાં ૧૮% વધારો થવાની ધારણા છે અને વાર્ષિક આવક રૂ.૪,000 કરોડને વટાવી જશે. મને એ જણાવતા પણ ખૂબ આનંદ થાય છે કે ATLના મુંબઈ વિતરણ વ્યવસાયે ૯૯.૯૯% ની વિશ્વસનીયતા હાંસલ કરી છે અને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા ડિસ્કોમમાં તેને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. ATL મુંબઈને ૬૦% રિન્યુએબલ પાવર પર લઈ જશે અને તે મુંબઇને ૫૦% થી વધુ સોલર પાવર પ્રાપ્ત કરનાર વિશ્વનું પ્રથમ મેગા સિટી બનાવશે
- અદાણી ટોટલ ગેસ લિમિટેડે આ વર્ષે ૧,૨૪,000 ઘરો સુધી સ્વચ્છ રસોઈ ઇંધણ પહોંચાાડ્યું છે અને આવક ૪૬%ના વધારા સાથે રૂ.૪,૬૮૩ કરોડ થઇ છે. ATGL ઝડપથી વિસ્તરી રહેલા શહેરી EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાયોફ્યુઅલ વ્યવસાયો સાથે સંપૂર્ણ સ્પેક્ટ્રમ ટકાઉ ઊર્જા દાતામાં પરિવર્તિત થઈ રહ્યું છે.
- છેલ્લે ભાગીદારીના ક્ષેત્રમાં અદાણી ગ્રુપ વૈશ્વિક સ્તરની અસ્કયામતોના નિર્માણ અને સંચાલનના અમારા લાંબા ગાળાના અભિગમ સાથે સંલગ્ન વૈશ્વિક રોકાણકાર ભાગીદારોને આકર્ષવા ભણી આગળ વધી રહી છે. માર્ચ ૨૦૨૩માં અમે બજારની અસ્થિર પરિસ્થિતિઓ છતાં ૧.૮૭ યુએસ બિલિયન ડોલરના GQG ભાગીદારો સાથે સફળતાપૂર્વક સેકન્ડરી વ્યવહાર કર્યો છે.
અમારા ગ્રૂપના ઈતિહાસમાં હું ક્યારેય આટલી બધી સિદ્ધિઓની યાદી બનાવી શક્યો નથી આ તકે આપ સર્વેના સમર્થન અને અમારામાં જાળવી રાખેલા વિશ્વાસ બદલ હું હંમેશા આભારી રહીશ.
સ્નેહી શેરધારકો,
આપણો દેશ હવે તકોની સૌથી રોમાંચક ભૂમિએ આવીને ઉભો છે. ત્યારે અમે હંમેશા સારાપણું ફિલસૂફી સાથે અમારી વૃદ્ધિમાં અમારી માન્યતા વ્યક્ત કરતા રહ્યા છીએ જે અમારો ટ્રેક રેકોર્ડ સ્વયમ બોલે છે. આપનો અદાણી સમૂહ પોતાની ક્ષિતિજને વિસ્તૃત કરતી વખતે તેણે જે નિર્માણ કર્યું છે તેને એકીકૃત કરવાનું ચાલુ રાખશે.
અમારા ગ્રાહકો અમારા માટે બોલે છે, આપણા રોકાણકારો અમારા માટે બોલે છે, અમારા શેરધારકો અમારા માટે બોલે છે અને અમારા પરિણામો અમારા માટે બોલે છે.
અમે સરેરાશ વૃદ્ધિની સંખ્યાઓ માટે સ્થાયી થવાનું પસંદ કરી શક્યા હોત અથવા બીજીીરીતે કહું તો અમે દરરોજ એવું માનીને ઉભા થઈ શકીએ છીએ કે અમે અમારા રાષ્ટ્ર દ્વારા નિર્મિત સૌથી પ્રભાવશાળી સમૂહોમાંના એક હોવાની પગથારે છીએ.
૪૪,હજાર અદાનિયનોની પસંદગી છે
મારા સંબોધનને વિરામ આપું તે પહેલા હું ફરીથી ભારપૂર્વક જણાવું છું કે આપ સહુ અમારી શક્તિનો તાકાતવાન સ્ત્રોત રહ્યા છો. આપ સહુ શેરધારકોના સમર્થન માટે હું અંતકરણથી આભારી છું.આપને મારું વચન છે કે આપે મારા અને મારી ટીમ પર મૂકેલા વિશ્વાસને જાળવી રાખવા માટે પૂરતા પ્રયાસ કરવામાં ક્યારેય પાછીપાની કરવાનો આપને અહેસાસ નહી થાય.
