PM મોદીએ ફ્રાન્સમાં ભારતીય સેનાના જવાનોને સલામી આપી

પીએમ મોદીએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પહેલાં પરેડ માટે પહોંચેલા પીએમ મોદીનું વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોને સ્વાગત કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ મેક્રોને મોદીને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.પરેડમાં ઈન્ડિયન એરફોર્સના રાફેલે ઉડાન ભરી હતી. ફ્રાન્સમાં ઈન્ડિયન એરફોર્સનાં 3 રાફેલ ફાઇટર જેટ ચેમ્પ્સ એલ્સીસ પર ફ્રેન્ચ ફાઇટર જેટ સાથે ફ્લાયપાસ્ટ કર્યું હતું. ત્રણેય સેનાની ટુકડીના 269 જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો. તેમની એન્ટ્રી સારે જહાં સે અચ્છાની ધૂન સાથે થઈ હતી.બેસ્ટિલ ડે પરેડમાં ઈન્ડિયન રંગ.·         પીએમ મોદીએ ઊભા થઈને ભારતીય સેનાની ટુકડીને સલામી આપી હતી. ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટની 77 માર્ચિંગ ટુકડી અને બેન્ડના 38 જવાનોએ પણ એમાં ભાગ લીધો હતો.·         ઈન્ડિયન એરફોર્સનાં 3 રાફેલ ફાઇટર જેટ્સે ચેમ્પ્સ એલ્સીસ એટલે કે ફ્રેન્ચ રાજપથ પર ફ્રાન્સનાં ફાઇટર જેટ સાથે ફ્લાયપાસ્ટ કર્યું હતું.·         આર્મી ટુકડીનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ દ્વારા કરવામાં આવ્યું હતું, નેવલ ટુકડીનું નેતૃત્વ કમાન્ડર વ્રત બઘેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ફ્રાન્સમાં ઈન્ડિયન એરફોર્સની ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડીએ કર્યું હતું.

આ સાથે 14 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન આ પરેડના મુખ્ય અતિથિ બન્યા છે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે ફ્રાન્સ આ સમારોહ માટે એકથી વધુ વિદેશી મહેમાનોને આમંત્રિત કરે છે, પરંતુ આ વખતે પીએમ મોદી આ કાર્યક્રમમાં એકમાત્ર વિદેશી મહેમાન બન્યા છે.મોદી પહેલાં 2009માં પ્રથમ વખત તત્કાલીન પીએમ મનમોહન સિંહને ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોના 269 જવાનની ટુકડીએ પણ ભાગ લીધો છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાનાં 3 રાફેલ ફાઈટર જેટ પણ ફ્રેન્ચ ફાઈટર જેટ્સ સાથે ચેમ્પ્સ એલ્સીસ ઉપરના ફ્લાયપાસ્ટમાં સામેલ થયાં છે.આ પરેડમાં ભારતીય સેનાની 77 માર્ચિંગ ટુકડી અને બેન્ડ પણ જોવા મળ્યાં. આ દરમિયાન ભારતીય ટુકડીમાં હાજર રાજપૂતાના રાઈફલ્સ સારે જહાં સે અચ્છાની ધૂન પણ વગાડી હતી.

Leave a comment