પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ગઈકાલે રાત્રે અચાનક તબિયત બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર ચુડાસમાની અચાનક બગડતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને ગત રાત્રે અચાનક તબિયત લથડી હતી જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ધોળકામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર ચુડાસમાંની ઉમર આશરે 75 વર્ષની છે અને તેઓ 33 વર્ષ કરતા પણ વધુ સમયથી પક્ષ સાથે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. ભૂપેન્દ્ર ચુડાસમાં સંગઠનથી માંડીને અનેક સરકારમાં અનેક હોદ્દાઓ તેમજ મંત્રી પદ પર રહી ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષ 1990થી લઈને 2020 સુધી એટલે કે 30 વર્ષ સુધી મંત્રી પદે રહ્યા હતા. તેઓ ધોળકા ધોળકામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બાદમાં શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા.

Leave a comment