આકાશે આંબેલા ટામેટાના ભાવમાં રાહત આપતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સહકારી સંસ્થાઓ નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન-NCCFને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો નિર્દેશ આપ્યો છે. સામાન્ય લોકોને રાહત આપવા માટે મુખ્ય ગ્રાહક કેન્દ્રો પર સસ્તા ટામેટાંનું વિતરણ કરવામાં આવશે.
200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો ટામેટાનો ભાવઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનાથી ટામેટાના છૂટક ભાવમાં મસમોટો વધારો થયો છે. છેલ્લા એક મહિનાથી ટામેની કિંમતમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હી-એનસીઆરના ગ્રાહકોને 14 જુલાઈથી છુટક વેચાણ કેન્દ્ર પરથી સસ્તા ભાવે ટામેટાનું વિતરણ કરવામાં આવશે. ભારે વરસાદના કારણે પુરવઠો ખોરવાતા દેશભરમાં ઘણા ભાગોમાં ટામેટાની છૂટક કિંમત પ્રતિ કિલો 200 રૂપિયે પહોંચી ગઈ છે.
નાફેડ અને NCCF ટામેટા ખરીદશેરાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ (નાફેડ) અને રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘ (NCCF) ટામેટા ખરીદશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ટામેટાંને એવા સ્થળોએ ઓછા ભાવે વિતરણ કરાશે, જ્યાં છેલ્લા એક મહિનામાં રિટેલ કિંમતો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે, જ્યાં ટામેટાંનો વપરાશ વધુ છે તે સ્થાનોને વિતરણને મહત્વ અપાશે.
આગામી સમયમાં કિંમતમાં ઘટાડો થવાની સંભાવના
મંત્રાલયે એવું પણ કહ્યું કે, ટામેટાનું ઉત્પાદન સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ઓછું થાય છે. આ ઉપરાંત જુલાઈમાં ચોમાસાના કારણે આવન-જાવન સંબંધીત પડકારોના કારણે કિંમતો વધી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટામેટાનો જથ્થો મુખ્યરૂપે હિમાચલ પ્રદેશમાંથી આવે છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાંથી પણ ટમાટરનો જથ્થો આવે છે. મંત્રાલયે કહ્યું કે, નાસિક જિલ્લામાં ટુંક સમમયાં ઘણા પાકોનું ઉત્પાદન થવાની શક્યતા છે. નિવેદન મુજબ આગામી સમયમાં કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે.
ભારતના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં થાય છે ટામેટાનું સૌથી વધુ ઉત્પાદન
ભારતમાં ટામેટાનું ઉત્પાદન લગભગ તમામ રાજ્યોમાંથી થાય છે. ટામેટાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાંથી થાય છે, જેનું આખા ભારતમાં થતા ઉત્પાદનનું 56 ટકાથી 58 ટકા યોગદાન હોય છે. જ્યારે વિવિધ ભાગોમાં સિઝન બદલાતી હોવાથી ઉત્પાદન પણ અલગ અલગ સમયે થતું હોય છે. સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ અને ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં ટામેટાના ઓછું ઉત્પાદન થાય છે. જુલાઈમાં ચોમાસાની ઋતુના આગમન સાથે વિવિધ રાજ્યો સુધી ટામેટાનો જથ્થો પહોંચાડવા માટેના પડકારો વધી જાય છે અને નૂરની ખોટ વધવાના કારણે કિંમતમાં વધારો થાય છે.
