અંજાર પંથકમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયાં

બિપોરજોય વાવાઝોડાંની મારે અંજાર પંથકના ખેડૂતોને પાયપાલ કરી નાખ્યા છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ચાલતી મથામણના દોર વચ્ચે ફરી બે દિવસ પહેલાં થયેલા ભારે વરસાદથી અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણીમાં તરબોળ થયા હતા. ધસમસતાં વરસાદી પાણીને કારણે આ પંથકમાં કપાસ, મગફળી તથા બાગાયતી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે.

આ સ્થિતિમાં સત્વરે નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. બિપોરજોય વાવાઝોડાંનાં પગલે આ પંથકમાં ભારે નુકસાન થયું છે.આ પરિસ્થિતિને થાળે પાડવા માટે ધરતીપુત્રો વિવિધ સ્થળે વીજળી થાંભલા ઊભા કરવાની કામગીરીમાં જોતરાયા હતા.વાવાઝોડાં બાદ પાણીની સ્થિતિને લઈને કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી નાખી હતી.મુખ્ય પાક કપાસ, મગફળી વગેરેના પાકના છોડ ઊગી નીકળ્યા હતા, ત્યાં જ બે દિવસ પૂર્વે વરસેલા સાંબેલાધાર વરસાદથી અનેક ડેમો, તળાવોનાં પાણીનું સ્તર ભયજનક સ્થિતિએ પહોંચ્યું હતું.

વરસાદી પાણીના તીવ્ર પ્રવાહએ અનેક ખેતરાનો સોથ વાળી નાખ્યો છે. મહામહેનતે ઊભા થયેલા વીજ થાંભલા પાછા ધબાય નમ: થયા છે. વાવાઝોડાંના નુકસાનને લઈને બાગાયત વિભાગની ટીમે નુકસાન સર્વે કર્યો ત્યાં વધુ એક આફત આવી છે.મીઠા પસવારિયાના રાણભાઈએ કહ્યંy હતું કે, સતાપર ડેમનું પાણી વધી જતાં આજુબાજુનાં ગામોમાં પાણીની અસર થઈ હતી. સતાપર, પસરવારિયા, લાખાપર, મીઠા પસવારિયાના 200થી 250 જેટલાં ખેતરોની જમીનો ધોવઈ ગઈ છે.

સતાપરના ખેડૂતો ગોપાલભાઈ માતાએ કહ્યંy હતું કે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ખેતરોના પાકને નુકસાન ઉપરાંત ટપક પદ્ધતિની લાઈનો, ખેતરમાં પાણી મેળવવા માટેની લાંબા અંતરની લાઈનો પાણીના પ્રવાહમાં કયાંક જતી રહી છે.અમુક સ્થળે વીજપુરવઠાના પ્રશ્નો છે. સરકારે સત્વરે સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવું જોઈએ.કિસાન સંઘની જિલ્લા સમિતિના સભ્ય અને સાપેડાના રમેશભાઈ આહીરે કહ્યંy હતું કે રતનાલ તરફથી નદીએ પાણીનું વહેણ બદલતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા. આ ઉપરાંત ભૂતકાળની સ્થિતિ કરતાં આ વખતે વરસાદ પણ વધુ પડયો છે. સાપેડા, મોડસર, નિંગાળ, ખંભરા, રાપર (ખોખરા), સિનુગ્રા, નાગલપર, ખેડોઈ સહિતનાં સ્થળોએ ખેતીપાકને નુકસાન છે.

કપાસ અને મગફળીના છોડ ઊગીને મોટા થવા લાગ્યા હતા અને એરંડાના વાવેતરની તૈયારીઓ ચાલી રહી હતી. અતિવૃષ્ટિથી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. અંજાર તાલુકા કિસાન સંઘના પ્રમુખ અરજણભાઈ આહીરે (રતનાલ) કહ્યંy હતું કે વાવાઝોડાં બાદ ખેડૂતોએ મોટાભાગના વીજ થાંભલા ઊભા કર્યા હતા. મોટાભાગની કામગીરી આટોપાઈ હતી, ત્યાં વરસાદથી થાંભલા પાછા ધ્વસ્ત થયા છે. કપાસ, મગફળી, તલ, કઠોળ, ઈઝરાયેલી બારાઈ ખારેક, દાડમ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરોના બંધ-પાળા તૂટયા છે. અંજાર પંથકના ખેડૂતો કચ્છભરમાં મોટા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો પૂરતો પાડે છે.

શાકભાજીના પાક તેમજ શેરડીનાપાકને અસર થઈ છે. અંદાજિત એકરે 60થી 70 હજાર કે તેથી વધુનું નુકસાન હશે. સરકાર દ્વારા આ મુશ્કેલીના સમયમાં સધિયારો આપવામાં આવે તો ખેડૂતો ઝડપભેર ઊભા થઈ જશે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી આ પંથકમાં આવેલી ફૂલોની વાડીઓ પણ બચી શકી નથી.જૂના ખેડૂતોએ કહ્યં હતું કે આવી કુદરતી હોનારાત અને નુકસાન કયારેય જોયું નથી.

ધરતીપુત્રોને ખેતરોમાં નુકસાનગ્રસ્ત પાકને બહાર કાઢવા, જમીન લેવલ કરવા સહિતની કામીગીરી માટે મોટી  રકમનો ખર્ચ કરવો પડશે તેવું પણ જાણવા મળ્યું હતું. વીજ થાંભલા અને વીજટ્રાન્સફર, લાઈનોને અસર થતાં વીજપુરવઠો મેળવવા માટે વધુ એક વખત સમસ્યા ઉદ્ભવશે. નોંધપાત્ર છે કે, ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન ઉપર થયેલા અતિક્રમણોએ કુદરતી વરસાદી પ્રવાહ ફેરવી નાખ્યો છે. વરસાદી પાણીનાં વહેણ ઉપરના દબાણો દૂર કરવા વહીવટી તંત્રે કયારેય અસરકારક કાર્યવાહી કરી હોવાનું કયાયં જોવા મળ્યું નથી.

Leave a comment