ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આજે બુધવારે વહેલી સવારે માતાના મઢ સ્થિત માં આશાપુરા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ સ્થાનકે આવેલા જાડેજા દંપત્તિએ સર્વે લોકોની સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખીય છે કે આઈપીએલ સીઝન દરમિયાન સારા દેખાવ બાદ ફાઈનલ મેચની જીતમાં મોખરાનો ભાગ ભજવનાર રવીન્દ્ર જાડેજા ગત વર્ષે પણ માતાના મઢ ખાતે માં આશાપુરા ના દર્શને આવ્યા હતા. અને આજે ફરી એક વખત તેઓ માતાજીના મઢે પહોંચ્યા છે.
ભારતિય ક્રિકેટ ટીમમાં ઓલ રાઉન્ડર ક્રિકેટ ખેલાડી તરીકે જાણીતા રવિન્દ્ર સિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા ધારાસભ્ય છે. જાડેજા દંપતી સમયાંતરે પોતાના કુળદેવી માં આશાપુરા દર્શન કરવા માટે આવી પોતાની શ્રદ્ધા પ્રગટ કરતા રહે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા તેમને વિશેષ આવકાર સાથે સત્કાર કરવામાં આવ્યો હતો.
