~ કચ્છમાં ખેતીને ભારે નુકસાન થતા
~ રિટેલર માર્કેટમાં રપથી ૩૦ ટકા વધારો થતાં લોકો ઓછી માત્રામાં શાકભાજી ખરીદી સંતોષ માને છે
બીપરજોય વાવાઝોડાએ ગુજરાત સહિત સમગ્ર કચ્છમાં ભારે તારાજી સર્જી છે. ખેતી તાથા લોકોના વેપાર-ધંધાને ભારે નુકશાની થઈ છે. જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે. હવે પરિસિૃથતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. પરંતુ હજુ તેની અસર યાથાવત થાળે પડી રહી છે. પરંતુ હજુ તેની અસર યાથાવત છે. કારણ કે ભોજનની થાળીમાં મહત્વનું સૃથાન ધરાવતા શાકભાજીના ભાવમાં વાધારો થયો છે. જેાથી ફરી એક વખત ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે.
સામાન્ય રીતે ચોમાસું શરૃ થતાની સાથે જ શાકભાજી માર્કેટમાં સિઝનલ શાકભાજીની શરૃઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે બીપોરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે તારાજી સર્જાતા લોકોના વેપાર-ધંધાને મકાનોને નુકશાન થયા છે. જગતના તાત ખેડૂતોને પણ વ્યાપક નુકશાની થઈ છે. પવન સાથે ભારે વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો જેમાં શાકભાજીનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તમામ શાકભાજીના ભાવમાં વાધારો નોંધાયો છે. માંગના પ્રમાણમાં આવક ઓછી થતા શાકભાજીના ભાવમાં ૧૦થી ૧પ ટકા જેટલો ભાવ વાધારો નોંધાયો છે. જ્યારે રીટેલ માર્કેટમાં ર૦થી રપ ટકા જેટલો ભાવ વાધારો થઈ જતા સીધી લોકોના ઘરના બજેટને અસર કરી છે. જેાથી લોકો મનમનાવવા નામ પુરતા વજનના શાકભાજી ખરીદી રહ્યા છે. ટામેટા, કોથમીર, આદુના ભાવમાં રપાથી ૩૦ ટકા વાધારો થયો છે. જેનું કારણ વેપારીઓ વાવાઝોડાનું કહે છે જો કે એકાદ સપ્તાહમાં ભાવમાં વાધારો થશે તેવંુ વેપારીઓ જણાવી રહ્યા છે.
