આજે રાજયના ચાર જિલ્લાઓમાં માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટેની ટાટની મુખ્ય પરીક્ષા યોજવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આ પરીક્ષાના કેન્દ્રો રાખવામાં આવ્યા હતા. અગાઉ આ પરીક્ષા ૧૮ જૂને યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે, બિપરજોય વાવાઝોડાના પગલે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે, આજે કચ્છાથી પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો સાથે રહેલા વાલીઓ ભારે પરેશાનીનો ભોગ બન્યા હતા. કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ન હોવાથી ઉમેદવારો, વાલીઓએ બળાપો ઠાલવ્યો હતો.
ટાટની પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો સહિત તેમના વાલીઓએ અમદાવાદાથી ફોન પર અસંતોષ, રોષ સાથે જણાવ્યું હતું કે કચ્છની કમનશીબી કહો કે નબળી નેતાગીરી પરંતુ નાના બાળકોને લઈને ચારસો કિલોમીટર ટાટની પરીક્ષા આપવા અહિં છેક અમદાવાદ સુાધી આવવું પડયું છે. મહિલાઓને એક પરીક્ષાનું ટેન્શન અને બીજું પોતાના નાના બાળકોને સાચવવાની ચિંતા. નાના ભુલકાઓને બહાર માતા પિતા કે સાસુ સસરા અને પતિ પાસે મુકી પરીક્ષા આપવા જતા ભારે બેચેની અનુભવી હતી. બહાર પતિઓએ બાળકોને સાચવ્યા અને પત્નીઓએ ટાટની પરીક્ષા આપી હતી.
સવારે સાડા દસ વાગ્યે પરીક્ષા હોવાથી ૯ વાગ્યે કેન્દ્ર પર હાજર થવું પડયું હતુ.એક પરીક્ષાર્થીની સાથે વાલીઓને સાથે રહેવાની ફરજ પડી હતી. અમદાવાદનો પ્રખર તાપ અને ગરમીમાં શેકાયા હતા. પરીક્ષા કેન્દ્રો ઉપર કે આસપાસ કોઈ વ્યવસૃથા ન હોવાથી વાલીઓની હાલત કફોડી બની હતી. છાંયડો શોધવાની ફરજ પડી હતી. ત્યારે, આજે ફરી એક વખત કચ્છમાં જ સ્પાર્ધાત્મક તેમજ ટાટ ટેટ ની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાય તેવી માંગ ઉમેદવારો તેમજ વાલીઓએ કરી હતી. સ્પાર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક બીજા જિલ્લામાં થાય અને એનો દંડ ક્ચ્છ જિલ્લાને ભરવો પડે છે.
શિક્ષણ ખાતાનો તેમજ સરકારના અણઘડ નિયમના કારણે કચ્છના પરિક્ષાર્થીઓને ભોગવવું પડે છે. વ્યવસૃથાના અભાવે ઉમેદવારો ચિંતામાં પરીક્ષા પણ બરાબર આપી શકતા નાથી. સૃથાનિક પરીક્ષા આપનાર ઉમેદવાર સારા માર્ક્સ લઈ આવે છે. જ્યારે કચ્છ જીલ્લાના પરીક્ષા આપવા ગયેલા ઉમેદવાર માનસિક ટેનશનના કારણે જોઈએ એવા માર્ક્સ લાવી શકતા નાથી. આમ થવાથી કચ્છના પરીક્ષા આપવા જતા પરિક્ષાર્થીઓને ડબલ માર પડે છે. એક તો ત્રણાથી ચાર ઘણો ખર્ચ ભોગવવા છતાં જોઈએ એવા માર્ક્સ મળતા નાથી.
આજની પરીક્ષાના ડબલ પેપર હોતા ટોટલ સાડાપાંચ કલાક પરીક્ષા આપવી પડી હતી.સવારના ૧૦.૩૦થી ૧.૦૦ વાગ્યા સુાધી તેમજ બપોરના ૩.૦૦થી સાંજના ૬.૦૦ આપવાનો રહેતા વાલીઓને આખો દિવસ પરીક્ષા કેન્દ્રમાં રહેવાની ફરજ બની હતી.
