કચ્છ યુનિવર્સિટીને આજે 2 દાયકા પૂર્ણ

ભૂકંપ બાદ કચ્છને બેઠું ક૨વા કેન્દ્ર અને ગુજરાત સરકારે અથાગ પ્રયત્નો કર્યા.તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છના ઉચ્ચ શિક્ષણ જગતને ભેટ સમી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની ભેટ મળી હતી.જેને આજે 2 દાયકા પૂર્ણ થવા આવ્યા પણ હજી ઘણા પડકારો છે.યુનિવર્સિટીને નેકની માન્યતા મળી નથી આ ઉપરાંત સંશોધન પણ અટકેલા છે.વીતેલા વર્ષોમાં વિવાદમાં રહેલી યુનિવર્સિટીને હવે વિવાદ નહિ પણ વિકાસની જરૂર છે.

યુનિવર્સિટીની જો વાત કરીએ તો,માર્ચ-2003માં કચ્છ યુનિવર્સિટી એક્ટ અમલી બનતા કચ્છ પ્રદેશને પોતાની યુનિવર્સિટી પ્રાપ્ત થઈ હતી.મહત્વનું છે કે,વર્ષ 2004 થી 2023 દરમિયાન કચ્છને ઘણી કોલેજો મળી છે.જેમાં અગાઉ આખા જિલ્લામાં મુન્દ્રા ખાતે એક માત્ર બી.એડ. કોલેજ હતી, હાલે છ બી.એડ.કોલેજો કાર્યરત છે. ભુજ ખાતે મેડિક્લ અને ફિજીયોથેરાપી કોલેજ પણ છે. મેડિકલ, વિનયન,વાણિજય, વિજ્ઞાન, શિક્ષણ, ઈજનેરી, ફાર્મસી, બિઝનેસ એડમિનીસ્ટ્રેશન, કાયદો, ઈન્ફર્મેશન ટેક્નોલોજી, નર્સિંગ, સહિત લગભગ તમામ વિદ્યાશાખાઓમાં સ્નાતક તથા અનુસ્નાતક ડિગ્રી સુધીનું શિક્ષણ આપતી કુલ 45 કોલેજો કાર્યરત છે.

​શરુઆતમાં માત્ર દસ કોલેજોના જોડાણ સાથે શરુ થયેલી ક્ચ્છ યુનિવર્સિટી સાથે હાલ કુલ 45 કોલેજો જોડાયેલી છે. ભુજ ખાતે યુનિવર્સિટી કેમ્પસમાં જુદા જુદા કુલ 14 અનુસ્નાતક ભવનો કાર્યરત છે. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન 45 કોલેજો અને 14 અનુસ્નાતક ભવનોમાં હાલ 21 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, કેમિસ્ટ્રી, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ,અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ, ઈકોનોમિક્સ, એજયુકેશન, ઈગ્લીશ, ગુજરાતી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પબ્લીક એડમિનીસ્ટ્રેશન, સંસ્કૃત અને સોશિયલ વર્ક અનુસ્નાતક ભવનો કાર્યરત છે,જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના થવાથી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક કાર્યક્રમો અંતર્ગત જુદાજુદા ક્ષેત્રના મહાનુભાવો અને તજજ્ઞો કચ્છના આંગણે આવતા થયા છે.

Leave a comment