~ ચોમાસુ ગુરુવારે વિધિવત રીતે કેરળના કિનારે આવી પહોચ્યું
~ 1 જૂનની સ્થિતિમા જોઈએ તો ચોમાસુ 7 દિવસ મોડા પહોચ્યું છે.
ઘણા સમયથી લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, હાલમાં દેશભરમાં 42-48 ડિગ્રી તાપામનથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ તે બધાની વચ્ચે હવે ગરમી પછી ઠંડક આપતા સમાચાર છે કે ચોમાસુ ગત ગુરુવારે વિધિવત રીતે કેરળના કિનારે આવી પહોચ્યુ છે. અને તેની સાથે વરસાદની શરુઆત પણ થઈ ગઈ છે. 1 જૂનની સ્થિતિમા જોઈએ તો ચોમાસુ 7 દિવસ મોડા પહોચ્યું છે. આ પહેલા વર્ષ 2016 અને 2019 માં પણ ચોમાસું 8 જૂને આવ્યું હતું. એટલે કે તે વખતે પણ વરસાદ મોડા આવ્યો હતો.
આગામી 48 કલાકમાં પુર્વોત્તર રાજ્યોમાં વરસાદ થવાની પરિસ્થિતિ બની રહી છે
કેરળના ઉપરના દક્ષિણ -પશ્ચિમ મોનસુનની શરુઆત થઈ ગઈ છે . ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે દેશમાં કેરળના કેટલાક વિસ્તારોમાં, તમિલનાડુના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં પુર્વોત્તર રાજ્યોમાં વરસાદ થવાની પરિસ્થિતિ બની રહી છે.
આ કારણે કેરળમાં ચોમાસાની શરુઆત થોડી મોડા થઈ
IMD ના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં એકાએક દબાણ નીચું આવ્યું છે. જે અતિ ગંભીર વાવોઝોડુ બિપોરજોયના સ્વરુપમાં બદલાઈ ગયુ. જેના કારણે કેરળમાં ચોમાસાની શરુઆત થોડી મોડા થઈ. કારણ કે આ વિસ્તારમાંથી ભેજ હટી ગયો હતો.
