શું તમે પણ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છો? તો સમાચાર તમારા કામના છે. તમે અમરનાથ તીર્થ યાત્રામાં કોલ્ડ ડ્રિન્ક, ક્રન્ચી નાસ્તો, ડીપ ફ્રાય અને ફાસ્ટ ફૂડ આઈટમ, જલેબી અને હલવો જેવી ભારે મિઠાઈઓ અને પૂરીઓ તેમજ છોલે ભટૂરે ખાઈ શકશો નહીં. શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડ દ્વારા જાહેર વાર્ષિક યાત્રા માટે પોતાના આરોગ્ય પરામર્શમાં તે ભોજનની વસ્તુઓની એક યાદી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, જે અઘરી મુસાફરી દરમિયાન તીર્થ યાત્રાળુઓના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.આ માટે યોગ્ય રીતે એક વિસ્તૃત ભોજન મેનૂ તૈયાર કરવામાં આવ્યુ છે, જે તીર્થ યાત્રાળુઓ અને સેવા આપનારને ભોજન પીરસવા અને વેચવા માટે યાત્રા વિસ્તારમાં આવતા લંગર સંગઠનો, ફૂટ સ્ટોલ, દુકાનો અને અન્ય સંસ્થાઓ પર લાગુ થશે. આ પગલુ તીર્થ યાત્રાળુઓને 14 કિલોમીટર લાંબા પડકારપૂર્ણ ટ્રેક પર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોથી દૂર રાખવા માટે ઉઠાવવામાં આવ્યા છે. જે ખૂબ ઊંચાઈ અને પહાડી વિસ્તારોમાંથી પસાર થાય છે.અમરનાથ યાત્રા દરમિયાન 2022માં કુદરતી કારણોસર લગભગ 42 તીર્થયાત્રાળુઓના મોત નીપજ્યા હતા. જે બાદથી સરકારે આરોગ્ય પ્રમાણપત્રની ફરજિયાત જરૂરિયાત પર જોર આપ્યુ અને તીર્થયાત્રાળુઓને સુરક્ષિત રાખવા માટે યાત્રા માર્ગમાં વિભિન્ન સ્થળો પર ઓક્સિજન બૂથ લગાવવા અને હોસ્પિટલ બનાવવા જેવા પગલા ઉઠાવ્યા. ગયા વર્ષથી યાત્રાળુઓની દેખરેખ માટે આરએફઆઈડી ટેગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં તીર્થ યાત્રાળુઓને ફિટ રાખવા માટે યોગ્ય ભોજન નક્કી કરવા માટે આ વર્ષે આ પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.અમરનાથ યાત્રા 2023ના નવા ફૂડ મેનૂમાં ધાર્મિક કારણોસર માંસાહારી ભોજન, દારૂ, તંબાકુ, ગુટખા, પાન મસાલા, ધૂમ્રપાન અને અન્ય નશીલા પદાર્થો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોલ્ડ ડ્રિન્ક્સ પર પણ પ્રતિબંધ લગાવાયો છે પરંતુ તીર્થ યાત્રાળુઓને હર્બલ ચા, કોફી, ઓછા ફેટવાળુ દૂધ, ફળોનો રસ, લીંબુ સ્કવેશ અને વેજિટેબલ સૂપ જેવા પીણા પીવાની પરવાનગી આપવામાં આવી છે. હેવી પુલાવ/ફ્રાઈડ રાઈસ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે પરંતુ સાદા ભાત સાથે સાદુ ભોજન જેમ કે બાફેલા ચણા, પૌઆ, ઉત્તપમ, ઈડલીની સાથે-સાથે સામાન્ય દાળ-રોટલી અને ચોકલેટ પણ ખાઈ શકો છો. ખીર, ઓટ, સૂકા મેવા, મધનું સેવન કરી શકાય છે પરંતુ હેવી ફાસ્ટ ફૂડ જેવા કે છોલે-ભટૂરે, પૂરી, પિત્ઝા, બર્ગર, ઢોંસા, ચાઉમીનની સાથે અન્ય તળેલા ભોજન અમરનાથ પવિત્ર ગુફાના માર્ગે પ્રતિબંધિત કરવામાં આવે છે. હલવો, જલેબી, ગુલાબ જાંબુ, લાડવા, બરફી અને રસગુલ્લા જેવી તમામ મિઠાઈ પણ મેનૂમાં બેન રાખવામાં આવી છે. વધુ ફેટ વાળા ક્રન્ચી સ્નેક્સ, ચિપ્સ, નમકીન, પકોડા, સમોસા, ફ્રાઈડ ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય ડીપ ફ્રાય આઈટમ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમરનાથ યાત્રામાં વિભિન્ન સ્થળો પર વિભિન્ન લંગરોની સાથે-સાથે ટ્રેક પર આવતી દુકાનો અને ખાદ્ય સ્ટોલ પર ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
