અદાણી ફરીથી બન્યાં એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના બીજા સૌથી અમીર બની ગયા છે. તેણે ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને હરાવીને આ દરજ્જો પાછો મેળવ્યો છે. આ સ્ટેટસ એક દિવસ પહેલા અદાણી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. ગૌતમ અદાણી હવે $61.8 બિલિયનની કુલ સંપત્તિ સાથે 18મા ક્રમે છે અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ઝોંગ શાનશાન $61.6 બિલિયન સાથે 19મા ક્રમે છે. મુકેશ અંબાણી હજુ પણ $85.2 બિલિયનની નેટવર્થ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. વિશ્વના અમીરોની યાદીમાં અંબાણી 13મા સ્થાને છે.

હવે ગૌતમ અદાણી નેટવર્થ $61.8 બિલિયન થઈ ગઈ છે. ચીનનો ઝોંગ શાનશાન હવે તેના કરતા એક સ્થાન નીચે 19માં નંબર પર આવી ગયો છે. મંગળવારે બોટલ્ડ વોટર બિઝનેસ શાનશનની નેટવર્થમાં $927 મિલિયનનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $85.2 બિલિયનની નેટવર્થ સાથે એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ છે.\

24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેરની કિંમતમાં હેરાફેરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે અદાણી ગ્રૂપે આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ તેના કારણે અદાણી ગ્રૂપના શેર સતત ઘણા દિવસો સુધી ઘટ્યા હતા.

આ કારણોસર અદાણી જૂથે રોકાણકારો અને ધિરાણકર્તાઓનો વિશ્વાસ પાછો મેળવવા માટે ઘણા પગલાં ભરવા પડશે. આમાં દેવું ઘટાડવાનો પણ સમાવેશ થાય છે. જૂથ દાવો કરે છે કે તેનું ચોખ્ખું દેવું અને EBITDA રેશિયો હવે 2.81 ગણો છે. આ વર્ષે અદાણીની નેટવર્થમાં $58.7 બિલિયનનો ઘટાડો થયો છે.

આ દરમિયાન વિશ્વના સૌથી મોટા અબજોપતિ એલોન મસ્કની સંપત્તિ રોકેટ ગતિએ વધી રહી છે. મંગળવારે તે $2.65 બિલિયનના ઉછાળા સાથે $205 બિલિયન પર પહોંચી ગયો. ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટરના CEO મસ્કની નેટવર્થમાં આ વર્ષે $67.7 બિલિયનનો વધારો થયો છે. આ વર્ષે સૌથી વધુ કમાણી મામલે મસ્ક નંબર વન પર છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ $187 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબરે છે. આ રીતે હવે મસ્ક અને આર્નોલ્ટની નેટવર્થમાં $18 બિલિયનનું અંતર છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં અમેરિકન અબજોપતિઓનું વર્ચસ્વ ચાલુ છે. બર્નાર્ડ આર્નોલ્ટ $187 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબરે એકમાત્ર બિન-અમેરિકન છે. આર્નોલ્ટ ફ્રાન્સના છે. ટોપ-10માં બાકીના 9 અબજોપતિ અમેરિકાના છે, જેમાં એલોન મસ્ક 205 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે.

Leave a comment