ખાવડામાં જી.કે.જન.અદાણી હોસ્પિ.આયોજિત મેડિ.કેમ્પમાં ૭૧ માતા,બહેનો અને બાળકોની કરાઈ સારવાર

~ ગરમીમાં ગર્ભવતી માતાઓએ પાણી વધુ પીવું જોઈએ

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ખાવડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગર્ભવતી માતાઓ,બહેનો અને બાળકોની સંભાળ માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ૭૧ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ દર્દીઓ પૈકી ૪૨ સ્ત્રીરોગ સંબંધી અને ૨૯ બાળકોની ચકાસણી કરવામાં આવી હતી. 

સરહદી વિસ્તારમાં ગર્ભવતી માતાઓ અને બાળકોના આરોગ્યની સુરક્ષા માટે જી.કે. જનરલ દ્વારા નિયમિત યોજાતા મેડિકલ કેમ્પમાં ગર્ભવતી માતાઓની બહેનોની અને બાળકોની ચકાસણી કરવામાં આવે છે અને તેમના આરોગ્યની સંભાળ માટે તબીબો દ્વારા પરામર્શ કરી તેમને માર્ગદર્શન  આપવામાં આવે છે.

ખાસ કરીને ગરમીના સમયમાં ગર્ભવતી માતાઓ  સલાહ આપતા ગાયનેક ડૉ.પ્રતીક્ષા વાંસદડિયાએ કહ્યું કે, ગરમીના દિવસોમાં માતાઓની પરેશાની વધી જાય છે. ભૂખ ન  લાગવી. ગેસ, ઉલટી, પેટમાં દર્દ વિગેરે સામાન્ય બની જાય છે.  દિવસમાં થોડી થોડી વારે પાણી પીતા રહેવું જોઈએ. આ દિવસોમાં ખોરાકની પણ સંભાળ રાખવી પડે છે. પૌષ્ટિક ખોરાક તેમજ શક્ય હોય ત્યાં સુધી ફળનો ઉપયોગ કરવો જોઈએ.  સુતરાઓ અને ઢીલા કપડા પહેરવા જોઈએ. માતાઓએ સતત પ્રવૃતિ ચાલુ રાખવી જોઈએ. જેથી માતા અને બાળકને બંનેને ફાયદો થાય.નિયમિત ચકાસણી કરાવવી જોઇએ. 

બાળરોગ નિષ્ણાંત ડો.રિદ્ધિ ચૌહાણએ બાળકોને સારવાર આપી હતી. ખાવડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.રાજેશ વર્માએ સહકાર આપ્યો હતો.

Leave a comment