~ ઝૂમ, ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને સ્કાઈપ જેવી એપ્સ આ સુવિધા આપે છે
~ આ સુવિધા સ્માર્ટફોન પર રિમોટલી ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડવામાં કામ આવી શકે છે
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ટૂંક સમયમાં યુઝર્સને વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગની સુવિધા મળવા જઈ રહી છે. કંપની આ માટે એક નવું ફીચર બહાર પાડવાની છે. નવા ફીચરનું બીટા ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. આ સુવિધામાં યુઝર્સ વિડિઓ કોલ કરતી વખતે અન્ય યુઝર્સ સાથે એક બટન દબાવતાની સાથે તેમની સ્ક્રીન શેર કરી શકશે. સ્ક્રીન શેરિંગની સુવિધા ઝૂમ, ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને સ્કાઈપ જેવી એપ્સ પર આપવામાં આવે છે.
શું છે વોટ્સએપનું નવું ફીચર
ફીચર ટ્રેકર WABetaInfo દ્વારા Android માટે WhatsApp બીટા વર્ઝન 2.23.11.19 પર ટ્રેક કરવામાં આવ્યું છે. ફીચર ટ્રેકર દ્વારા શેર કરેલ સ્ક્રીનશોટ મુજબ સ્ટેન્ડર્ડ એન્ડ્રોઇડ રેકોર્ડિંગ/કાસ્ટિંગ પોપઅપ યુઝર્સની સંમતિ પછી એક જ ટેપ સાથે સ્ક્રીન શેર કરવાની મંજૂરી આપશે.
આ રીતે ફીચર કામ કરશે
તમારે તમારી સ્ક્રીન શેર કરવા માટે ‘સ્ટાર્ટ નાઉ’ બટન પર ટેપ કરવાનું રહેશે. અહીં Google તમને રિસ્ક વિશે ચેતવણી આપવા માટે કેટલીક વોર્નિંગ ડિસ્પ્લે કરશે. તમે હવે તમારી સ્ક્રીનના કન્ટેન્ટને અન્ય યુઝર્સને બતાવી શકો છો. જ્યારે પ્રોસેસ પૂર્ણ થઈ જાય, ત્યારે તમે રેડ સ્ટોપ શેરિંગ બટનને ટેપ કરી શકો છો અને સ્ક્રીન શેરિંગ બંધ થઈ જશે.
આ સુવિધા તમારા સંબંધીઓ અથવા મિત્રોને તેમના સ્માર્ટફોન પર રિમોટલી ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડવામાં કામ આવી શકે છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ વીડિયો કોલ દરમિયાન અન્ય યુઝર્સને તેમની ગેલેરી, વીડિયો, ppt વગેરે પણ બતાવી શકશે.
