OTT પ્લેટફોર્મ Netflix વિશ્વભરમાં યુઝર્સની પસંદ છે.Netflix OTT પ્લેટફોર્મ પર ભારત અને વિદેશની લોકપ્રિય મૂવીઝ અને વેબ સિરીઝ ઉપલબ્ધ છે, જેમાં Squid Game થી The Good Doctor સુધીના વિકલ્પો છે.આ પ્લેટફોર્મ પર દર મહિને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થાય છે.
આ પ્લેટફોર્મ પર યુઝર્સ પોતાનો પાસવર્ડ મિત્રો સાથે શેર કરે છે પરંતુ આવનારા અઠવાડિયાથી યુઝર્સ આમ કરી નહી શકે.
મંગળવારે, નેટફ્લિક્સે રેવન્યુ વધારવા માટે એક નવું પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે Netflix એકાઉન્ટનો ઉપયોગ ફક્ત એક પરિવાર જ કરી શકશે.
વર્ષ 2023ની શરૂઆતમાં નેટફ્લિક્સે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં તેમના 100 મિલિયનથી વધુ યુઝર્સ તેમના એકાઉન્ટ પાસવર્ડ્સ શેર કરે છે, જેના કારણે કંપનીની આવક પર પણ અસર પડી છે. આ કારણે હવે કંપનીએ કેટલાક દેશોમાં એકાઉન્ટ પાસવર્ડ શેર કરનારા યુઝર્સ માટે એક પ્લાન રજૂ કર્યો છે, જેમાં વધુ પૈસા ચૂકવીને એકથી વધુ લોકોને એડ કરી શકાય છે. જે 100થી વધુ દેશોમાં લાગુ કરવામાં આવ્યું છે.
એપ્રિલમાં પણ નેટફ્લિક્સે જણાવ્યું હતું કે, તેના ગ્રાહકોની સંખ્યા 232.5 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ રેકોર્ડ બનાવે છે. આ સાથે જ એ જોવાનું રહેશે કે, આ જાહેરાત બાદ કંપની પર શું અસર પડે છે.
