RBI ગવર્નરે 2000 રૂપિયાની નોટ બંધ થવા પર આપ્યુ નિવેદન

~ જૂની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો: શક્તિકાંત દાસ

~ નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખીશું: શક્તિકાંત દાસ

રૂપિયા 2000ની નોટ બંધ કરવાને લઈ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોટું નિવેદન આપ્યું છે. 2000 રૂપિયાની નોટો બંધ કરવા પર RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થઈ ગયો છે. 

જૂની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો: શક્તિકાંત દાસ

મુંબઈમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા પર કહ્યું કે, ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને લોકો સરળતાથી નોટ બદલી શકે છે, તમે આરામથી નોટ બદલી શકો છો અને બજારમાં અન્ય નોટોની કોઈ અછત નથી. નોટો બદલવા માટે પુષ્કળ સમય છે. જૂની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો.

બેંકોને 2000 રૂપિયાની નોટોનો ડેટા જાળવી રાખવા સૂચના આપી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને દરરોજ જમા કરવામાં આવતી 2000 રૂપિયાની નોટોનો ડેટા જાળવી રાખવા સૂચના આપી છે. RBI દ્વારા 22 મેના રોજ આ સંબંધિત સૂચનાઓ જારી કરવામાં આવી છે.

નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખીશું: શક્તિકાંત દાસ

શક્તિકાંત દાસે કહ્યું કે, 2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. RBI ગવર્નરે કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટો બદલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 23 મેથી, અન્ય મૂલ્યો સાથે 2,000 રૂપિયાની નોટ બદલવાની મર્યાદા કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની રહેશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમે નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખી રહ્યા છીએ.

Leave a comment