હિન્ડેનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત મળી

~ સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિને તપાસમાં કોઈ ગોટાળાના પુરાવા ન મળ્યા

હિન્ડેનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એક્સપર્ટ કમિટીને આ ગ્રુપ વિરુદ્ધ તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના કોઈ પુરાવા નથી. તપાસ સમિતિએ સેબીના 4 રિપોર્ટ ટાંક્યા છે. મળતી માહિતી પ્રમાણે આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. વળી, એક્સપર્ટ કમિટીએ પોતાના તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપે સ્ટોક એક્સચેન્જને તમામ જરૂરી જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે સેબીએ ઈડીને એક રિપોર્ટ પણ આપ્યો છે જેમાં અદાણી ગ્રુપ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યા નથી. અદાણી ગ્રુપ માટે આ મોટી રાહત છે.

કંપનીઓના શેરમાં ઉછાળો

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલમાં અદાણી જૂથને રાહત મળ્યા બાદ જૂથની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીમાંથી માત્ર 1માં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ 9માં વધારો જોવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ 2.20 ટકાના વધારાની સાથે 1931.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, અદાણી પાવરમાં 3.27 નો વધારો જોવા મળી રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ, એનડીટીવીમાં પણ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે.

Leave a comment