~ એટલે કે આ સેવા મેળવવા માટે યૂઝર્સે ટ્વિટર બ્લૂ સેવાનો લાભ લેવો પડશે
જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યુ છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. યૂઝર્સે હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લૂ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડે છે. આ સાથે ટ્વિટર બ્લૂ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ દરમિયાન કંપનીએ તેમના માટે વધુ એક જાહેરાત કરી છે.
મસ્કએ કરી ધમાકેદાર જાહેરાત
મસ્કએ જાહેરાત કરી છે કે હવે ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકનો 8 જીબી સુધીનો વીડિયો અપલોડ કરી શકશે. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઈલોન મસ્કે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું કે “ટ્વિટર બ્લૂ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી)નો વીડિયો અપલોડ કરી શકશે એટલે કે, આ સેવા મેળવવા માટે યૂઝર્સે ટ્વિટર બ્લૂ સેવાનો લાભ લેવો પડશે અને ત્યારબાદ જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે.
તાજેતરમાં જ નવા CEOની જાહેરાત કરવામાં આવી હતી
તાજેતરમાં, મસ્કે ટ્વિટરના નવા સીઈઓની પણ જાહેરાત કરી હતી. તેમણે લિન્ડા યાકારિનોને ટ્વિટરના નવા સીઈઓ બનાવ્યાં છે. માઇક્રોબ્લોગિંગ સાઇટના સીઇઓ બન્યા બાદ લિન્ડાએ પોતાના પ્રથમ ટ્વિટમાં ઇલોન મસ્કનો આભાર માન્યો હતો. આ સિવાય કંપનીએ ડાયરેક્ટ મેસેજ ફીચર પણ લોન્ચ કર્યું હતું. આના દ્વારા હવે યુઝર્સ ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલી શકશે અને તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ હશે. એટલે કે, કોઈ પણ આ સંદેશાઓને ડીકોડ કરી શકશે નહીં.
