~ ભૂંકપની તીવ્રતા 4.2 નોંધાઈ
~ કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર
કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઇ હતી. ગઈકાલે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ હતું. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ભૂકંપના આચકો આવતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
અગાઉ પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા
આ અગાઉ પણ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા નજીક હોવાનું નોંધાયું હતું. આ ભૂકંપની તીવ્રતા 2.7 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. આ ઉપરાંત 28મી એપ્રિલે બનાસકાઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠામાં 28 એપ્રિલે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
