~ ભુજમાં ૪૩.૪ ડિગ્રી
~ નલિયામાં ૪૦.૪ અને કંડલામાં ૩૬.૯ ડિગ્રી
કચ્છમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ યાથાવત રહ્યંુ છે. ભુજમાં મહત્તમ તાપમાન બીજા દિવસે ૪૩.૪ ડિગ્રીના આંકે સિૃથર રહ્યું હતું. નલિયામાં ૪૦.૪ ડિગ્રી અને કંડલામાં ૩૬.૯ ડિગ્રી સે. નોંધાયું હતું. આકરા તાપની જનજીવન પર અસર વર્તાઈ છે.પશુ-પક્ષીઓની હાલત કફોડી થઈ છે. ભેજયુક્ત ગરમ પવન ફુંકાતા રહેતા હોવાથી બપોરના સમયે લોકો કામકાજ વગર બહાર જવાનુ ટાળી રહ્યા છે.
વૈશાખના બીજા પખવાડિયામાં જિલ્લામાં ગરમીનું આકરૃં મોજું ફરી વળ્યું છે. રાત્રિના પણ વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો. હિટવેવની આગાહીને પગલે લોકોને સાવાધાની રાખવા જણાવાયું છે. લૂાથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ભુજમાં ગરમીનો પારો બીજા દિવસે ૪૩.૪ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો. લઘુત્તમ તાપમાન ર૬.ર ડિગ્રીના આંકે પહોંચી જતાં રાત્રિના પણ ગરમી અનુભવાઈ હતી. ઉકળાટ ભર્યા વાતાવરણાથી લોકો ત્રસ્ત થયા હતા. લૂ વર્ષાથી જનજીવન આકુળ વ્યાકુળ થઈ ગયું છે. બપોરના સમયે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડા પીણાની લારી, દુકાનો પર સાંજ પછી લોકોની ભીડ જોવા મળી હતી. પંખા પણ ગરમીથી રાહત મેળવવામાં બેઅસર સાબિત થયા હતા. નલિયામાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી અને કંડલામાં ૩૬.૯ ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે તો સૂર્યનારાયણના તાપની જનજીવન ઉપર અસર જોવા મળે છે સાથે સાથે પશુ પક્ષી ઉપર પણ અસર જોવા મળી રહી છે લોકો બપોરના સમયે ઘરબહાર નીકળવાનું ટાળવા લાગ્યા છે જેનાથી મુખ્ય માર્ગો ઉપર બપોરના સમયે ટ્રાફિક મંદ રહે છે જોકે રાત્રિના ચહલપહર પર વાધુ જોવા મળી રહી છે અને ગરમ પીણાંના બદલે ઠંડા પીણા નું વધ્યું છે.
