~ વોકેથોન જાગૃતિ કેળવવાનું પ્રબળ માધ્યમ
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ભુજની રોટરી ક્લબ ઓફ વોલસિટી દ્વારા વિશ્વ થેલેસેમિયા ડે નીમિત્તે જાગૃતિ લાવવાના પ્રભાવશાળી માધ્યમ એવા વોકેથોન કાર્યક્રમ યોજી, આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલી અદાણી મેડિકલ કોલેજના એનાટોમી ગાર્ડનથી પ્રસ્થાન કરી હોસ્પિટલ રોડ,લાલ ટેકરી, વી.ડી.હાઈસ્કૂલ અને જયુબિલી ગ્રાઉન્ડ થઈ મેડિકલ કોલેજ ખાતે પરત આવી હતી.
ગેમ્સના ડાયરેક્ટ ડોક્ટર બાલાજી પિલ્લાઈ, ચિફ.મેડિ.સુપ્રિ. ડોક્ટર નરેન્દ્ર હિરાણી તેમજ રોટરી ક્લબ ઑફ વોલસિટીના હોદ્દેદારોના વડપણ હેઠળ આ વોકેથોનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનો વર્ષ ૨૦૨૩નો સંદેશો “જાગૃત રહો, શેર કરો અને સંભાળ રાખો” વહેતો કર્યો હતો. આ રેલીમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રોટરી ક્લબ ઓફ વોલસિટીના સભ્યો, એડમીન કર્મચારી વગેરે જોડાયા હતા.
આ પ્રસંગે જી.કે.જનરલ હોસ્પિટલ સ્થિત થેલેસેમિયા વોર્ડને શણગારવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ વોલસિટીના પ્રમુખ જયેશ જોષી, ઉપ પ્રમુખ હર્ષદ હાલાણી, પ્રોજેક્ટ મેનેજર ધવલ રાવલ તેમજ પ્રિતેશ ઠકકર વગેરે જોડાયા હતા.
