~ ભુજની જૈનાચાર્ય અજરામર શાળાના બે છાત્રો એ- વન ગ્રેડમાં
~ ૮૧.૭૫ ટકા પરિણામ સાથે માંડવી કેન્દ્ર મોખરે, ગાંધીધામ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ ૬૮.૩૨ ટકા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માસ ૨૦૨૩માં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે ૬૫.૫૮ ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં કચ્છ જીલ્લાનું પરિણામ ૭૦.૮૮ ટકા આવેલ છે.
કચ્છ જીલ્લામાં ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની આ પરીક્ષામાં ભુજ અને ગાંધીધામ ઝોનમાં મળીને કુલ ૧૩૫૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૧૩૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૯૫૯ છાત્રો ઉર્તિણ થયા છે. જેમાં બે વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે. જયારે એ ટુ ગ્રેડમાં૧૭, બી-૧ ગ્રેડમાં ૮૦, બી-૨ ગ્રેડમાં ૧૫૬, સી-૧ ગ્રેડમાં ૨૭૯ અને સી-૨ ગ્રેડમાં ૩૨૫, ડી ગ્રેડમાં ૧૦૦ અને એન.આઈ.માં ૩૯૬ વિદ્યાર્થીઓ આવેલ છે. આજે જાહેર થયેલા પરિણામ મુજબ, કચ્છ જિલ્લામાં ૮૧.૭૫ ટકા પરિણામ સાથે માંડવી કેન્દ્ર મોખરે રહ્યું છે જયારે ગાંધીધામ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ ૬૮.૩૨ ટકા આવ્યું છે. કચ્છ જિલ્લો રાજયમાં દસમા ક્રમે આવ્યું છે. ત્યારે, આ વર્ષે કચ્છના બે વિદ્યાર્થીઓ એ- ૧ ગ્રેડમાં સ્થાન પામ્યા છે. ભુજની જૈનાચાર્ય અજરામર શાળામાં અભ્યાસ કરતા સીજુ નીયતી સામજીભાઈ તેમજ ગોસ્વામી મોક્ષ સંજયગીરીનો એ- ૧ ગ્રેડમાં સ્થાન પામતા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે અભિનંદન પાઠવ્યા હતા.
