IPL 2023માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ગુજરાત ટાઈટન્સની ટક્કર

~ આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બપોરે 3:30 વાગ્યે શરુ થશે

~ પ્લેઓફની રેસમાં રહેવા માટે કોલકાતાને આ મેચ જીતવી ખુબ જરૂરી

IPL 2023માં આજે ડબલ હેડર મેચ રમાશે. આ સિઝનની 39મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બપોરે 3:30 વાગ્યે શરુ થશે. IPLના પ્લેઓફની રેસમાં રહેવા માટે કોલકાતાને આ મેચ જીતવી ખુબ જરૂરી છે. બીજી તરફ સતત 2 મેચ જીતી ચૂકેલી ગુજરાત ટાઇટન્સની ટીમ આ મેચમાં જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરશે. IPL 2023માં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. 

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ સિઝનમાં પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શકી નથી. તેણે IPL 2023માં કુલ 8 મેચ રમી છે, જેમાંથી ત્રણ મેચમાં જીત અને પાંચમાં કોલકાતાને હાર મળી છે. કોલકાતાની ટીમ આ સિઝનમાં 6 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમ 7 મેચમાંથી 5 મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.

બંને ટીમોની સ્કોડ

કોલકાતા નાઈટ રાઈડર્સ

નીતિશ રાણા (c), એન જગદીસન (wkt), જેસન રોય, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસલ, સુનિલ નારાયણ, ડેવિડ વિઝ, વૈભવ અરોરા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા, મનદીપ સિંહ, લિટન દાસ, અનુકુલ રોય , કુલવંત ખેજરોલિયા, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, શાર્દુલ ઠાકુર, રહેમાનુલ્લા ગુરબાઝ, હર્ષિત રાણા, આર્ય દેસાઈ

ગુજરાત ટાઈટન્સ

હાર્દિક પંડ્યા (c), રિદ્ધિમાન સાહા (wkt), શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા, જોશુઆ લિટલ, દાસુન શનાકા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત, શિવમ માવી, જયંત યાદવ, સાઈ સુધરસન, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, ઓડિયન સ્મિથ, દર્શન નલકાંડે, ઉર્વીલ પટેલ, યશ દયાલ

Leave a comment