~ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મળ્યું શ્રેષ્ઠ સન્માન
કટુપલ્લી પોર્ટને પ્રતિષ્ઠીત ગ્રીનલીફ પ્લેટીનમ એવોર્ડ -2022થી નવાજવામાં આવ્યું છે. APSEZ ની તંદુરસ્ત અને ટકાઉ વાતાવરણ જાળવવાની કોર્પોરેટ પ્રતિબદ્ધતાના પગલે આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. 11મી એપ્રિલે ગોવા ખાતે આયોજીત આયોજીત 12મા એપેક્સ ગ્રીનલીફ એવોર્ડ સમારંભ-2022માં કટુપલ્લીને વિજેતા બન્યું હતું. આબોહવા પરિવર્તનના પડકાર સામે આદરેલી પહેલો અને તેના ઉત્કૃષ્ટ પરિણામોને નવાજવા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર પ્રાઈવેટ લિમિટેડ(MIDPL) કટુપલ્લીને “સસ્ટેનેબલ” શ્રેણી હેઠળ પ્રતિષ્ઠિત APEX ઈન્ડિયા ગ્રીનલીફ એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે. MIDPL તરફથી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલા અનેકવિધ પગલાંઓને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. જેમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ઉર્જા સંરક્ષણ હેઠળ આદરેલી પ્રવૃત્તિઓ, ઉર્જા કાર્યક્ષમતાને લગતા પ્રોજેક્ટ્સ, જળ સંરક્ષણ, જૈવવિવિધતાની જાળવણી વગેરેનો સમાવેશ થાય છે.
કટુપલ્લી પોર્ટે અમલમાં મૂકેલા વિવિધ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, 1 મેગાવોટનું રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશન (સોલર રૂફ ટોપ), FY22 દરમિયાન પાણીના વપરાશમાં 10.86% ઘટાડો, ડીઝલ સંચાલિત વાહનોના સ્થાને ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ પદ્ધતિઓ અપનાવવી અને કચરાના પુનઃઉપયોગ.તેમજ જળસંરક્ષણ માટે વિવિધ પહેલોનો સમાવેશ થાય છે.
કટુપલ્લી બંદર ઝીરો વેસ્ટ થીયરી સાથે કચરાના જથ્થાને ઘટાડવાનો અભિગમ ધરાવે છે. વળી પોર્ટ પર ઉત્પન્ન થતા કચરાનો 100% પુનઃઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.
ચેન્નાઈ સ્થિત કટુપલ્લી બંદર આધુનિક મલ્ટી-કાર્ગો બંદર છે. શહેરી વિસ્તારથી દૂર 24×7 ધમધમતું આ પોર્ટ ઉત્કૃષ્ટ શ્રેણીની વિશાળ સેવાઓ ઓફર કરે છે. કટુપલ્લી કાર્ગો ક્લસ્ટરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને કન્ટેનર ફ્રેઈટ સ્ટેશનો સાથે જોડાયેલું છે. મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવા માટે તેના પોતાના પરિસરમાં ઓન-ડોક CFS પણ ધરાવે છે.
