ભારતના રાજદૂતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

~ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર મુક્યો ભાર

~ તમામ દેશો સાથે મતદાનના અધિકારની બાબતમાં સમાન વ્યવહાર થવો જોઈએ, વીટોને લઇ ભારતનું વલણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે, કોઈપણ દેશ ખોટી માહિતી, રેટરિક અને પ્રચાર દ્વારા આ હકીકતને અસ્વીકાર કરી શકશે નહીં.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર મુક્યો ભાર 

પ્રતીક માથુરે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘વીટો પહેલ’ અપનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે. વીટો પર ભારતની સ્થિતિ સતત અને સ્પષ્ટ રહી છે. યુએનજીએએ 2008માં સર્વસંમતિથી સંમતિ આપી હતી કે UNSC સુધારાના તમામ પાંચ પાસાઓ, જેમાં વીટોના ​​પ્રશ્નનો સમાવેશ થાય છે, વ્યાપક રીતે નિર્ણય લેવામાં આવશે અને તેથી તેને કોઈ એક જૂથથી અલગ કરીને સંબોધવામાં આવશે નહીં.

ભારતે વીટોને લઇ દેખાડ્યું આ વલણ  

તેમણે કહ્યું કે, માત્ર પાંચ સભ્ય દેશોને જ વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર છે. તે રાજ્યોની સાર્વભૌમ સમાનતાના ખ્યાલની વિરુદ્ધ છે અને માત્ર બીજા વિશ્વયુદ્ધની માનસિકતાને કાયમી બનાવે છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, કાં તો તમામ રાષ્ટ્રો સાથે મતદાનના અધિકારની દ્રષ્ટિએ સમાન વર્તન કરવામાં આવે અથવા નવા સ્થાયી સભ્યોને પણ વીટો આપવો જોઈએ.

Leave a comment