ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજયના વિવિાધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે ત્યારે આજે ભુજ તાલુકાના આહિરપટ્ટીના સુમરાસર શેખ, ઢોરી તેમજ કુનરીયા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસી ગયો હતો. સવારાથી વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરના ચાર વાગ્યા બાદ એકાએક ભારે પવન ફુંકાયો હતો અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ ભર ઉનાળે ચોમાસાનો માહોલ ખડો કર્યો હતો. સુમરાસર ગામમાં બે ઈંચ જયારે ઉતરાદી વાડી વિસ્તારમાં એકાદ ઈંચ જયારે કુનરીયા ઢોરીમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વહેલી સવારાથી જ આજે કચ્છ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ. જો કે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં આહિરપટ્ટીના સુમરાસર શેખ, ઢોરી તેમજ કુનરીયા ગામ તેમજ સીમ વિસ્તારમાં એકાથી બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ભારે પવન, ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે ભયનો માહોલ ઉભો કર્યો હતો. નવાઈની વાત એ રહી હતી કે, સુમરાસર, ઢોરી તેમજ કુનરીયા સિવાય અન્ય આસપાસના ગામોમાં કયાંય પણ વરસાદ વરસ્યો ન હતો.
વીજળીના કડાકા ભડાકા સાથે સુમરાસર, ઢોરી તેમજ કુનરીયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જો કે નુકશાનના કોઈ સમાચાર નાથી. આજે બપોરના ચારેક વાગ્યાના અરસામાં સુમરાસરની ઉતરાદી દિશામાં એકાદ ઈંચ જયારે ગામમાં બે ઈંચ જેટલો વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો હતો. ભારે પવનના લીધે ગામમાં પતરા પણ ઉડી ગયા હતા. રાજ્યમાં ખેડૂતોના માટે માવઠાનું સંકટ હજુ પણ યાથાવત છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૨૪ કલાકમાં વરસાદ પડશે. જેના પગલે આજે કચ્છના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા. ત્યારે, સુમરાસર ઉપરાંત કુનરીયા ગામમાં સતત ૪૫ મિનિટ સુાધી બે ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હોવાનું સુરેશભાઈ છાંગાએ જણાવ્યું હતુ. ભારે પવનના કારણે ઝાડોને નુકશાન થવા પામ્યું હતુ. જો કે, અન્ય કોઈ નુકશાની થઈ ન હતી. સુમરાસરની ઉતરાદી દિશામાં ભારે પવન સાથેના વરસાદે ચોમાસાનો માહોલ ખડો કર્યો હતો. જયારે આસપાસના પાવરપટ્ટીના એક પણ ગામમાં વરસાદ ન વરસતા આશ્ચર્ય સર્જાયુ હતુ. કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી ત્યારે આજે બપોર બાદ સુમરાસરના ઉતરાદી તેમજ દક્ષિણ વાડી વિસ્તારમાં આજે બપોરના ચારેક વાગ્યે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
