~ આ એશિયાની પ્રથમ વોટર મેટ્રો સર્વિસ, 10 ટાપુઓને જોડશે
વડાપ્રધાન મોદીએ તિરુવંનપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કની આધારશિલા મૂકી અને કોચ્ચિ વોટર મેટ્રો તથા જુદા જુદા પ્રોજેક્ટનું લોકાપર્ણ અને શિલાન્યાસ કર્યા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળ ખૂબ જ જાગૃત, સમજદાર અને શિક્ષિત લોકોનો પ્રદેશ છે. અહીંના લોકોનું સામર્થ્ય, વિનમ્રતા અને પરિશ્રમ તેમની એક વિશેષ ઓળખ છે. તેમણે કહ્યું કે દેશ-વિદેશની પરિસ્થિતિઓથી પણ તેઓ સારી રીતે માહિતગાર હોય છે.
વંદે ભારતને બતાવી હતી લીલીઝંડી
પીએમ મોદીએ કહ્યું કે આજે કેરળને તેની પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળી. આજે અહીં કોચ્ચિને વોટરમેટ્રોની પણ સુવિધા મળી છે. કનેક્ટિવિટીની સાથે સાથે આજે કેરળના વિકાસ સાથે જોડાયા અને અનેક પ્રોજેક્ટનું લોકાપર્ણ તથા શિલાન્યાસ કરાયો. આ બધા માટે હું કેરળના લોકોનો ખૂબ ખૂબ આભારી છું.
વોટર મેટ્રો રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ
કોચ્ચિ વોટર મેટ્રોને રાજયનો ડ્રીમ પ્રોજેકટ માનવામાં આવે છે જે કોચ્ચિનો વિકાસને વેગવંતો બનાવશે. આ 747 કરોડ રુપિયાના ખર્ચે આ પરિયોજના કોચ્ચિ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. આ પરિયોજનનો એક જર્મન ફંડિગ એજન્સીની મદદથી લાગુ કરવામાં આવી રહી છે. દેશની પ્રથમ વોટર મેટ્રો કોચ્ચિ અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે, જેનાથી પર્યટન સ્થળોનો રોમાંચકારી પ્રવાસ કરી શકાશે.
78 વોટરબોટ્સ પણ શરૂ કરાશે
વોટર મેટ્રો 8 ઇલેકટ્રીક હાઇબ્રિડ વોટસ સાથે બે માર્ગો હાઇકોર્ટ વાઇપિન અમે વાયટીલા કક્કનાડમા નૌકાયાન શરુ કરશે. એક વાર જયારે પરિયોજના સમગ્ર રીતે લાગુ પાડવામાં આવશે તે પછી 78 વોટર બોટસ પણ ચલાવવામાં આવશે. કુલ 38 ટર્મિનલ હશે જેમાંથી સંપૂર્ણ તૈયાર કરવામાં આવ્યા છે. કોચ્ચિ બેક વોટરમાં 76 કિમીનું અંતર પાર કરશે. જેમાં 6 ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
આ એશિયાની પ્રથમ વોટર મેટ્રો સર્વિસ
આ એશિયાની પ્રથમ વોટર મેટ્રો સર્વિસ હોવાનું ગૌરવ ધરાવતી હશે. વોટર મેટ્રો કોચ્ચિ અને આસપાસના 10 ટાપુઓને જોડશે. આનાથી લોકોનું આવાગમન સરળ બનશે અને સરકારને સારા એવા પ્રમાણમાં રેવન્યુ પ્રાપ્ત થશે. કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત નૌકા હાઇબ્રિડ અને બેટરી સંચાલિત છે. આ વોટર મેટ્રો પાસે ડીઝલથી ચાલતી જનરેટર બેકઅપ હશે. જે આધુનિક નૌકાઓ જળ પરિવહન વિભાગ દ્વારા સંચાલિત કોચ્ચિ આસપાસના દ્વીપોની ફેરી સર્વિસેસનું સ્થાન લેશે. આ દ્વીપોની ફેરી સર્વિસ સુવિધા અને સુરક્ષાની ખામીના લીધે અત્યાર સુધી ટીકાપાત્ર બની હતી.
