~ 9.60 લાખ મેટ્રીક ટન ફળ ઉત્પાદન : એક વર્ષમાં શાકભાજીમાં પાડોશી જિલ્લો બનાસકાંઠા, ફૂલમાં અાણંદ મોખરે
કચ્છના ખેડૂતો બાગાયતી ખેતી ક્ષેત્રે કાઠુ કાઢી રહ્યા છે અને 2021-22ના વર્ષમાં અા સુકો મૂલક 9.60 લાખ મેટ્રીક ફળના ઉત્પાદન સાથે અાણંદ બાદ દ્વિતીય સ્થાને રહ્યો હતો. જો કે, શાકભાજી, મસાલા અને ફૂલના ઉત્પાદનમાં ખુબ જ પાછળ છે. રાજ્યમાં સાૈથી અોછા વરસાદવાળા કચ્છમાં જયાં પિયત માટેની પૂરતી વ્યવસ્થા છે તે વિસ્તારના ખેડૂતો અવનવા પ્રયોગો કરી બાગાયતી ખેતી ક્ષેત્રે સફળતા મેળવી છે. 2021-22ના વર્ષમાં ફળના ઉત્પાદનમાં અાણંદ 9,81,678 મેટ્રીક ટન ઉત્પાદન સાથે મોખરાના સ્થાને હતું ત્યારબાદ 9,60,466 મેટ્રીક ટન સાથે કચ્છ બીજા નંબરે અને તૃતીય સ્થાને રહેલા ભરૂચ જિલ્લામાં 8,91,270 મે.ટન ઉત્પાદન થયું હતું.
કચ્છમાં શાકભાજીનું ઉત્પાદન ખુબ જ અોછું 3,27,619 મે.ટન થયું છે. રાજ્યમાં મોખરાના સ્થાને રહેલા બનાસકાંઠામાં 22,38,624 મે. ટન, અાણંદ 10,55,228 મે. ટન અને ત્રીજા સથાને રહેલા ભાવનગર જિલ્લામાં 13,81,392 મે. ટન શાકભાજીનું ઉત્પાદન થયું હતું. કચ્છના ખેડૂતોઅે ભીંડાનું 12,768 મે.ટન, ટામેટાં 86,867 મે.ટન, ફુલાવર 15,697 મે.ટન, વટાણા13,875 મે.ટન, કાકડી 1,05,742 મે.ટન, કોબી 31,938 મે.ટન, રીંગણા 32,059 મે.ટન, ડુંગળી 1377 મે.ટન ઉત્પાદન કર્યું હતું. કચ્છમાં ફૂલનું ઉત્પાદન માત્ર 1346 મેટ્રીન થયું હતું, જેની સામે રાજ્યમાં અવ્વલ સ્થાને રહેલા અાણંદ જિલ્લામાં 22,993 મે. ટન, ત્યારબાદ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે નવસારી 22,800 મે. ટન અને અમદાવાદ 19,705 મે. ટન ઉત્પાદન થયું હતું. કચ્છના ખેડૂતોઅે ગુલાબનું 30 મે.ટન, મેરીગોલ્ડ 622 મે.ટન, મોગરા 140 મે.ટન, લીલી 52 મે.ટન ઉત્પાદન કર્યું હતું.
મરી મસાલા જેવા કે, જીરૂ, વરિયાળી, સુકુું મરચું લસણ, ધાણા અાદુ વગેરેના ઉત્પાદનમાં પ્રથમ ત્રણ નંબરે રહેલા જિલ્લાઅોમાં સુરેન્દ્રનગરમાં 1,06,534 મે. ટન, રાજકોટ 1,13,365 મે. ટન અને દ્વારકામાં 98,837 મે. ટન ઉત્પાદન થયું હતું. કચ્છની વાત કરીઅે 56,268 મે. ટનનું ઉત્પાદન થયું હતું જયારે હળદર, અાદુની ખેતી થતી જ નથી. જિલ્લામાં મેથીનું 106 મે. ટન, જીરૂ 43,778 મે.ટન, વરિયાળી 3216 મે.ટન, સુકું મરચું 98 મે.ટન, લસણ 250 મે.ટન ઉત્પાદન થયું હતું. કચ્છમાં નાળિયેરનું 11,796 મે.ટન ઉત્પાદન થયું હતું.
સાૈથી વધુ ઇસબગુલનું ઉત્પાદન કચ્છમાં
કચ્છના ખેડૂતો દ્વારા ઇસબગુલનું વાવેતર વધુ કરાય છે, જે મુજબ ઉત્પાદનની વાત કરીઅે તો 4,830 મે. ટન ઉત્પાદન સાથે કચ્છ રાજ્યમાં અવ્વલ સ્થાને રહ્યું હતું. દ્વિતીય સ્થાને રહેલા બનાસકાંઠામાં 4,115 મે. ટન જયારે તૃતીય સ્થાને પાટણમાં 2,935 મે. ટન ઉત્પાદન થયું હતું.
કચ્છમાં દાડમ, ખારેક, પપૈયામાં કચ્છ અવ્વલ
ફળોના ઉત્પાદનમાં કચ્છ અાણંદ બાદ ભલેને બીજા સ્થાને હોય પરંતુ જિલ્લામાં દાડમ 3,06,301 મે.ટન, કચ્છી મેવો ખારેક 1,81,172 મે.ટન અને પપૈયાનું 1,93,997 મે.ટન ઉત્પાદન થયું હતું, જે રાજ્યમાં સાૈથી વધુ હતું. જો કે, કચ્છમાં જામફળનું ખુબ જ અોછું માત્ર 13,549 મે.ટન ઉત્પાદન થયું હતું. કચ્છ જિલ્લાઅે અાંબાનું 87,680 મે.ટન, કેળા 1,48,794 મે.ટન ઉત્પાદન કર્યું હતું.
