નરનારાયણ શતાબ્દી મહોત્સવ ના કારણે ૧૭મીથી દસ દિવસ ભુજ- મિરઝાપર હાઈવે બંધ

~ ભુજ આવવા-જવા માટે નાના-મોટા વાહનચાલકોએ પાંચથી પચ્ચીસ કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડશે

આગામી તારીખ ૧૭થી ભુજ શહેર મધ્યે શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી થનાર છે. આ મહોત્સવનું સૃથાન ભુજ- મીરઝાપરના મુખ્ય માર્ગ પર હોઈ જેના અનુસંધાને ટ્રાફિક કાયદો વ્યવસૃથા જળવાઈ રહે તેના ભાગરૃપે જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરાઈ હતી જેને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ભુજ- મિરઝાપર માર્ગ પર તા.૧૭થી ૨૬ સુાધી વાહનોની અવરજવર બંધ રહેશે. જયારે વૈકલ્પિક રૃટ પર વાહનો પસાર થઈ શકશે. પરંતુ, આ જાહેરનામાને પગલે વાહન ચાલકોને ભારે અગવડતા ભોગવવી પડશે.

આજે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, ભુજ શહેરમાં પ્રવેશ કરતા નાના વાહનોને મિરજાપર ભોલેનાથ પેટ્રોલપંપાથી મિરજાપર ગામના નાકામાંથી પ્રવેશ કરી ચંગલેશ્વર મહાદેવ મંદિર થઈને રિલાયન્સ સર્કલ થઈને શહેરમાં પ્રવેશ મેળવવો પડશે. ખાસ તો અબડાસા, લખપત તાલુકામાંથી આવતા નાના વાહનોને પણ પરેશાનીનો ભોગ બનવું પડશે કેમ કે તેઓ માનકુવા થઈ કોડકી, રતિયા થઈને ભુજમાં કોડકી ચાર રસ્તેાથી શહેરમાં પ્રવેશ મેળવી શકશે તો વળી, મોટા ભારેખમ વાહનો વિરાણી ગામ થઈ દેવીસર, નીરોણા થઈ લોરીયા ચેક પોસ્ટ થઈને ૩૬ કર્વાટર આવવું પડશે. તેવી રીતે મુંદરા માંડવીના નાના મોટા વાહન ચાલકોને પણ હેરાનગતિનો ભોગ બનવું પડશે. આ જાહેરનામું તા. ૧૭થી છેક ૨૬/૪ સુાધી અમલમાં રહેનાર હોવાથી તમામ વાહન ચાલકોને આ દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે તો નવાઈ નહિં.

ભુજ શહેરમાં આ રૃટ પરથી પ્રવેશ મેળવી શકાશે અને ભુજ બહાર જઈ શકાશે

ભુજ ટાઉનમાં પ્રવેશ કરતા નાના વાહનો  મિરઝાપર ભોલેનાથ પેટ્રોલ પંપાથી મિરઝાપર નાકામાંથી ગામમાં પ્રવેશ કરી ચંગલેશ્વર મહાદેવ મંદિ૨ થઇને રિલાયન્સ સર્કલ થઇને ભુજ શહેરમાં પ્રવેશ કરી શકશે. 

પાનૃધ્રો, દયાપર,હાજીપીર, નલીયા તાથા નખત્રાણાથી આવતા નાના વાહનોએ માનકુવા થઇ કોડકી ગામ થઇ રતિયા  ગામના પાટીયા થી કોડકી ચા૨ ૨૨તા(એ૨પોર્ટ રીંગ રોડ) થઇ ભુજ શહેર ટાઉન વિ૨તાર રેસીડેન્સી ત્રણ રસ્તામાં જઈ શકાશે. માંડવી ત૨ફાથી આવતા નાના વાહનો ના૨ણપ૨ ત્રણ ૨૨તા થઇ હાઇલેન્ડ, સેનેટરી (ભા૨૫૨) થઇ રિલાયન્સ સર્કલ થઇને ભુજમાં પ્રવેશશે.

મુંદરાથી નખત્રાણા જવા માટે મુંદરાથી આવતા જતા વાહનો માટે ભારાપર સેનેટરી થઇ હાઇલેન્ડ થઇ ખત્રી તળાવ થઇ માવજી તલાવડી થઇ ભારાસર થઇ માનકુવા થઇ નખત્રાણા નલીયા જઇ શકશે. 

માંડવી થી નખત્રાણા જવા માટે માંડવી થી આવતા જતા વાહનો માટે માવજી તલાવડી થઇ ભારાસર થઇ માનકુવા થઈ નખત્રાણા નલીયા જઇ શકશે.

માંડવી તરફાથી આવતા ભારે વાહનો માટે નારાણપર ત્રણ ૨૨તા થઇ હાઇલેન્ડ, સેનેટરી (ભારાપર) થઇ રિલાયન્સ સર્કલ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ થઇ નળવાળા સર્કલ થઇને ગાંધીધામ, ભચાઉ જવાનું રહેશે. 

પાનૃધ્રો, દયાપર, હાજીપીરાથી ભચાઉ તાથા ગાંધીધામ આવતા જતાં ભારે વાહનોએ વિરાણી ગામ થઇ દેવી૨૨ થઈ નીરોણા થઇ લોરીયા ચેક પોસ્ટ થઇને ૩૬ કવાર્ટર ચાર ૨૨તા થઇ ને નળવાળા સર્કલ થઈ ગાંધીધામ ભચાઉ જવાનું રહેશે.

નલીયા તાથા નખત્રાણાથી ભચાઉ ગાંધીધામ આવતા જતા ભારે વાહનોએ માનકુવા થઇ ભારાસર થઈ ખત્રી તળાવ,હાઇલેન્ડ, સેનેટરી (ભારા૫૨) થઇ રિલાયન્સ સર્કલ,છલ્લા ઉઘોગ કેન્દ્ર સર્કલ થઇ નળવાળા સર્કલ થઇને ગાંધીધામ ભચાઉ જવાનું રહેશે

Leave a comment