ઓલ્ફ્રેડ હાઇ. માં અદાણી સ્કિલ ડેવ. દ્વારા કોમ્પ્યુટર તાલીમના પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે જિ. શિક્ષ. અધિ. નું પ્રેરક ઉદબોધન

~ અભ્યાસ સાથે કૌશલ્ય વિકાસ પણ જરૂરી

અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા થયેલા એમ.ઓ.યુ હેઠળ કચ્છની વિવિધ શાળામાં કૌશલ્ય વિકાસ અંતર્ગત ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 68 વિદ્યાર્થીઓને બેઝિક કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી હતી.

ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આ તાલીમના ભાગરૂપે આયોજિત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદેથી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, ‘હવે કૌશલ્યનો યુગ છે. ભણો, ડીગ્રીઓ મેળવો પણ તમારામાં એક સ્કિલ વિકસાવો જે તમારા વ્યક્તિત્વ અને સામર્થ્યને તો વિકસાવશે પણ દરેક રીતે જીવન ઉન્નત બનશે.

કાર્યક્રમાં સ્કૂલના આચાર્ય ઝેડ. એમ. મુનશી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો બી. એન. વાઘેલા, વિનોદભાઈ પરમાર શ્રી મન્સૂરી, વિવિધ શાળાના આચાર્યો, મ. શિક્ષક નિરીક્ષકો તથા શાળા પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી સ્કિલ ડેવલપમેન્ટ વતી ડો. પુર્વી ગોસ્વામી તથા ઓલફ્રેડ હાઇસ્કુલ વતી ડો. અશ્વિનસિંહ વાઘેલાએ તાલીમ માટે સમગ્ર સંચાલન કર્યું હતું. તાલીમ જાગૃતિબેન દ્વારા આપવામાં આવી હતી.

Leave a comment