~ લોનના વધુ પૈસા ભરવાની ધમકી આપી ચારિત્ર્યને હાનિકર્તા મોર્ફ કરેલા ફોટા વાઈરલ કરાતાં નોંધાયો
ધંધો શરૃ કરવા ઇન્સ્ટન્ટ લોન લેવાની લાલચમાં અગલ અલગ એપ્લિકેશન દ્વારા ભુજના યુવક પાસેાથી લોન ભરપાઇ કરી દેવાના નામે ધાકાધમકી આપીને યુવાનના ચારિત્રને હાની પહોંચે તેવો ફોટા વાયરલ કરી રૃપિયા ૧૪ લાખ પડાવી લીધા પછી પણ ધમકી અપાતાં એ ડિવિઝન પોલીસ માથકે ત્રણ યુપીઆઈ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
ભુજના સંસ્કારનગરમાં પંચશીલ સોસાયટીમાં રહેતા જયકિશન સંજયભાઇ ગોહિલની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત ૨૮ જુન ૨૦૨૨થી આજ દિન સુાધી બન્યો છે. આરોપી મોબાઈલ નં.૯૪૩પ૩ ૦રર૭૮ અને ૯૯૦૩૧ ૧પ૪૯ર તેમજ ત્રણ યુપીઆઈ આઈડીના ધારકોએ અલગ અલગ એપ્લિકેશન મારફતે લોન પેટે ફરિયાદીના ખાતામાં રકમ જમા કરી હતી. જેની પેનલટી સહિત રકમ જમા કરવાનું કહેતા ફરિયાદીએ લોનની રકમ ચૂકવી હતી. તેમ છતાં આરોપીઓએ ફોન કરી ધાકાધમકી આપી અભદ્ર ભાષામાં વાતો કરી ફરિયાદીના ચારિર્ત્યને હાની થાય તેવો ફોટો એડીટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના આાધારે આરોપીઓએ ૧૪ લાખ રૃપિયા મેળવી લીધા હતા. જે બાદ પણ ફરિયાદીનો ફોટો વાયરલ કરી દેવામાં આવતા એ-ડિવિઝન પોલીસમાં વિવિાધ કલમો તળે ગુનો દાખલ થયો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
