જી.કે.જન.અદાણી હોસ્પિ.ના ચર્મરોગ તબીબોએ વિટીલોગો શસ્ત્રક્રિયાને સામાન્ય, સુરક્ષિત અને પરિણામલક્ષી જણાવી

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ત્વચા ઉપર થતા સફેદ દાગને દૂર કરવા માટે દવાની સારવાર આપવામાં આવે છે.પરંતુ જો દવાની સારવાર કારગર સાબિત થાય નહીં તો ખાસ પ્રકારની વિટીલિગો સર્જરી કરવામાં આવે છે, એમ સ્કિન વિભાગના તબીબો દ્વારા જણાવાયું હતું.

હોસ્પિટલના સ્કિન વિભાગના આસી.પ્રો.ડો.જૂઈ શાહના જણાવ્યા અનુસાર,આ શસ્ત્રક્રિયા સામાન્ય,સુરક્ષિત અને જલ્દી પરિણામ આપે છે.આ સર્જરીમાં જ્યાં સફેદ દાગ હોય ત્યાંની ત્વચાને દૂર કરી,તેની જગ્યાએ શરીરના અન્ય ભાગમાં રહેલી સ્વસ્થ ત્વચાને લઈ પૂરણ કરી દેવામાં આવે છે.આ કાર્ય બાદ ક્રમશઃ સફેદ દાગ દૂર થાય છે.

આ વિભાગના સિની.રેસી.ડૉ.ઐશ્વર્યા રામાણી,ડૉ.દિપાલી.તેમજ ડૉ.મીરા પટેલ, ડો.પ્રેરક કથીરીયા તથા ડો.માનસી પીઠડીયાએ વધુમાં કહ્યું કે, આ એક ત્વચાનો વિકાર છે.જે શરીરની સ્વસ્થ ત્વચાને ચપેટમાં લે છે.આ રોગનું મુખ્ય કારણ ચામડી આવેલા મેલેનોસાઈટ્સ છે. જે ચામડીને તેની પ્રાકૃતિક રચના અને રંગ જાળવી રાખવા મદદરૂપ થાય છે.પરંતુ એ મેલેનોસાઈટ્સ જો ખતમ થઇ જાય તો સફેદ દાગ દેખાવા લાગે છે.આમ તો તેના કોઈ ખાસ લક્ષણ નથી પરંતુ ક્યારેક ચામડી ઉપર ખંજવાળ આવે છે.આવી પરિસ્થિતિમાં તબીબનો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a comment