રામભક્તોની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભોંયતળિયાનું નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કે છે. રામ મંદિરમાં ભગવાન રામલલાના બિરાજવાની તારીખ નક્કી કરી દેવાઈ છે. રામ મંદિર ટ્રસ્ટે કાશી કોરિડોરની જેમ ડિસેમ્બર 2023માં જ રામલલાને પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન કરાવવાના સંકેત આપ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાણકારી આપી છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અયોધ્યા પ્રવાસ દરમિયાન તારીખ વિશે પૂછવામાં આવ્યુ હતુ તો સીએમને જણાવાયુ હતુ કે એક બે મહિના પહેલા આ કાર્યને કરવામાં કરશે.
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સૂર્ય ઉત્તરાણ બાદ રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરાવવાના દાવાનો ઈનકાર કર્યો છે અને કહ્યુ છે કે હજુ તે વિશે વિચાર કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં જ કાશી વિશ્વનાથ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. ચંપત રાયે કહ્યુ કે આજે તારીખ નક્કી કરીને કોઈનું ભલુ થવાનું નથી કેમ કે તારીખની જાણકારી જાહેર થયા બાદ અમુક અસામાજિક તત્વો ષડયંત્રની તૈયારી કરશે તેથી તારીખ જણાવવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ગર્ભગૃહ અને તેની ચારે તરફ પરિક્રમા પથની દિવાલોને ઊભી કરવામાં આવી ચૂકી છે. મંદિરના ભોંયતળિયે પાંચ મંડપ બનાવવામાં આવી રહ્યા છે. આ માટે 166 પિલર લગાવવામાં આવ્યા છે. સિંહદ્વાર સાથે મંદિરના તળિયે આવવા માટે 32 સીડીઓ બનાવવામાં આવી છે અને આગામી 15 દિવસમાં મંદિરના છતને બનાવવાનું કાર્ય પણ શરૂ કરી દેવાશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યુ કે આટલુ વિશાળ નકશીદાર મંદિર 21 મી સદીમાં લોકો માટે અનોખુ છે. આ કાર્ય સમયસર પૂરુ થઈ જશે અને આપણે પ્રાણપ્રતિષ્ઠા 2023માં કરી શકીશુ.
