2006માં સોનાના ભાવ 10 હજાર રુપિયા પ્રતિ ગ્રામ હતો

~ અમેરિકા -યુરોપમાં બેકિંગ ક્ષેત્રે સંકટના વાદળો છવાતા દુનિયાભરના શેર માર્કેટમાં મંદી

અમેરિકા અને યુરોપમાં બેકિંગ ક્ષેત્રે સંકટના વાદળો છવાતા દુનિયાભરના શેર માર્કેટમાં મંદી છવાઈ ગઈ છે. જેના કારણે શેરબજાર નીચેની સપાટી પર આવી ગયુ છે. અને તેના કારણે ભારતીય બજારમાં સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે. સોમવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં 1400 રુપિયાનો વધારો થતા સોનાની નવી કિંમત 60, 100 રુપિયા પ્રતિ 10  ગ્રામના નવા રેકોર્ડ પર પહોચી ગયું હતુ. આર્થિક કટોકટીની સ્થિતિમાં લોકો મોટાભાગે સોનામાં રોકાણ કરતા હોય છે. આ સાથે છેલ્લા 17 વર્ષમાં સોનાની કિંમતમાં 6 ગણો વધારો થયો છે. 

કેમ વધી રહી છે સોનાની કિંમત

બજારના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોનાની કિંમત વધવાના કારણે અમેરિકા અને અન્ય દેશોમાં બેંકિંગ ક્ષેત્રનું જોખમ, ડોલરના ઘટતા ભાવ, સેફ હેવન ડિમાન્ડ અને શેર બજારોમાં અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. શેર માર્કટમાં મોટી મંદીની બ્રેક લાગતાં સોનાને જે સપોર્ટ મળ્યો છે તેને જોતા એક અઠવાડિયા પહેલા 55000 ના લેવલના આસપાસ વેપાર થતો હતો. જે આજે 30 હજાર રુપિયા પ્રતિ ગ્રામનો આંકડો પાર કરી દીધો છે. 

મે 2006માં સોનાના ભાવ 10 હજાર રુપિયા પ્રતિ ગ્રામ હતો
છેલ્લા 17 વર્ષમાં સોનાની કિંમતમાં 10 હજારના આંકડો 60 હજારના લેવલ પર પહોચી ગયો હતો. મે 2006માં સોનાના ભાવ 10 હજાર રુપિયા પ્રતિ ગ્રામ હતો. અને આજે 60 હજાર રુપિયા પ્રતિ ગ્રામ પર પહોચી ચુક્યો છે. એટલે આમ જોઈએ તો સોનુ 50 હજાર રુપિયા મોઘું થયુ છે. 

17 વર્ષમાં 50 હજાર રુપિયા વધ્યો સોનાનો ભાવ 

તારીખ વર્ષ  કિંમત
5 મે 200610000
6 નવેમ્બર 201020000
1 જૂન 201230000
3 જાન્યુઆરી 202040000
22 જુલાઈ202050000
20 માર્ચ 202360000

Leave a comment