આવો રાજકીય ચશ્મા ઉતારી, સચ્ચાઈ જાણીયે..!!

કોઈપણ પૃષ્ટભૂમિ વિના શૂન્યમાંથી સર્જન કરવું ચમત્કારથી કમ નથી!

~ શ્રીલંકા પોર્ટ પર 75 કરોડ ડોલરનો અને હાઈફા પર 118 કરોડ ડોલરનો ખર્ચ થશે. ભલે બધુ સમુસુથરુ હોય તોય કોઈપણ ભારતીય કંપની આવું જોખમ લેવાની હિંમત નહીં કરે. અદાણીની એ વિચક્ષણ દ્રષ્ટિએ જ એમને એક સફળ બિઝનેસમેન અને રણનીતિક ખેલાડી બનાવ્યા છે.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું અદાણી ગ્રુપ દુનિયાભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. સંસદથી લઈને ટીવી ડિબેટ્સ સુધી આ વિષય પર મંથન થઈ રહ્યું છે. બીજી તરફ આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઉથલપાથલ રહી છે. તાજેતરમાં સુપ્રસિદ્ધ વિચારક અને લેખક સ્વામિનાથન એસ અંકલેસરિયા અય્યરે આ મુદ્દે કરેલી છણાવટ ઉડીને આંખે વળગે તેવી છે. ‘દ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘દ ઇકોનોમિક ટાઇમ્સ’ના પ્રસિદ્ધ લેખકે હિંડનબર્ગ રિપોર્ટને અદાણી ગ્રુપ માટે વરદાન સમાન ગણાવ્યો છે.

મુંદ્રા પોર્ટના અસામાન્ય સંચાલનથી પ્રભાવિત અય્યર જણાવે છે કે, 1990ના દાયકામાં ચીમનભાઈ પટેલની (કોંગ્રેસ) સરકારના ગાળામાં મુંદ્રામાં પોર્ટનો પાયો નંખાયો અને ત્યારબાદ તેનો તબક્કાવાર વિકાસ-વિસ્તાર થયો. સ્વામીનાથન ઉમેરે છે કે, કોઈપણ બંદર પર ઈજારો મેળવવો આસાન કામ નથી. મુંદ્રા લોજીસ્ટીક્સે હજારો કરોડ રૂપિયાના રોકાણને આકર્ષિત કરી મોટા ઔદ્યોગિક કેન્દ્રની સ્થાપના કરી છે. અહીં દુનિયાની સૌથી મોટી ઓટોમેટિક કોલ હેન્ડલીંગ ફેસીલીટી છે. 2017માં મોર્ગન સ્ટૈનલીના રિપોર્ટમાં વિશ્વની ટોપ-25 કંપનીઓમાં APSEZ ને સામેલ કરવામાં આવ્યું હતું.  

સ્વામિનાથન ઉમેરે છે કે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં કથિત છેડછાડની સચોટ તપાસ થવી જોઈએ. જો કે અદાણી ગ્રુપે વિશ્વસ્તરીય એજન્સીઓને તપાસ સોંપવાની કાર્યવાહી પહેલેથી જ આરંભી દીધી છે. વળી તેમના શેરોમાં ધોખાધડી કરનારા લોકોની પણ બારીકાઈથી તપાસ કરી દોષીઓને સજા થવી જોઈએ.  

અદાણીના આલોચકો તેમના પર રાજકીય સાંઠગાંઠના આરોપો લગાવતા રહે છે તેના જવાબમાં અય્યર લખે છે કે તમામ વ્યવસાયીઓ રાજનેતાઓની નજીક રહેતા જ હોય છે. કદાચ તેમને યોગ્ય તકો અને નિયમોમાં છૂટછાટ મળી શકે, પરંતુ તેનાથી સફળતા મળે જ એ જરૂરી નથી. એટલું જ નહી, એક સામાન્ય પરિવારની પૃષ્ઠભૂમિ ધરાવતો વ્યક્તિ બે દાયકામાં વિશ્વના ધનાઢ્યોની યાદીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એ તો અસામાન્ય બિઝનેસ સ્કિલ વિના કદાપિ સંભવ નથી.

ભાજપ સાથેની મીલીભગતને કારણે બહુમૂલ્ય સંપત્તિ મળી હોવાનો આરોપ ફગાવતા સ્વામીનાથન લખે છે કે, વાસ્તવમાં સરકારે અદાણીને કાદવ વાળા દરિયા કાંઠે એક નાનું બંદર ખોલવા જગ્યા આપી હતી જ્યાં રેલવે સંપર્ક પણ નહતો પરંતુ એ વિષમ પરિસ્થિતિ ધરાવતી જગ્યાને હિંદુસ્તાનના સૌથી મોટા બંદરમાં તબદીલ કરવું એ કોઈ ચમત્કારથી કમ નથી. એટલું જ નહી, અદાણીએ દુનિયાના મોટામોટા બંદરોનું અધિગ્રહણ કર્યું અને ભારતના ચોથા ભાગના કાર્ગોનું સંચાલન કરે છે અને એ જ વાત તેમને બધાથી અલગ તારવે છે.

શ્રીલંકા અને ઈઝરાઈલમાં જેટ્ટી અને બંદરોના અધિગ્રહણમાં સરકારની રહેમનજર ગણાવતા લોકોની ઝાટકણી કાઢતા તેઓ લખે છે કે, શ્રીલંકા ટર્મીનલ પર 75 કરોડ ડોલરનો અને હાઈફા પર 118 કરોડ ડોલરનો ખર્ચ થશે. ભલે બધુ સમુસુથરુ હોય તોય કોઈપણ ભારતીય પ્રતિસ્પર્ધી એવુ જોખમ લેવાની હિંમત નહીં કરે. અદાણીની એ વિચક્ષણ દ્રષ્ટિએ જ એમને એક સફળ બિઝનેસમેન અને રણનીતિક ખેલાડી બનાવ્યા છે.  

રિલાયન્સ ગ્રુપના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણી સાથે ગૌતમ અદાણીની તુલના કરતા સ્વામીનાથન લખે છે કે, એકવાર ધીરૂભાઈ પર ધોખાધડીનો આરોપ લાગ્યો હતો ત્યારે જવાબમાં તેમણે કહ્યું હતુ કે મેં એવું શું કર્યું છે જે બીજા કોઈ બિઝનેસમેને નથી કર્યું..? તેનો જવાબ આજદિન સુધી કોઈએ આપ્યો નથી, એવું જ અદાણીના મામલામાં પણ કહી શકાય.

હિંડનબર્ગને ગર્ભિત વરદાન ગણાવતા અય્યર લખે છે, કે મને લાગે છે કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણી માટે અત્યાર સુધીની સૌથી સારી ઘટના બની શકે છે. કારણ કે તેનાથી ગ્રુપના વધતા વ્યાપની ગતિ ધીમી થશે અને તેમના ફાયનાન્સરોને પણ સાવધ કરશે. બની શકે કે આ રિપોર્ટ એક આપત્તિ નહીં પરંતુ અવસર બનીને આવ્યો હોય જે ભવિષ્યમાં વરદાન સાબિત થાય. અને શક્ય છે કે કદાચ હું પણ એક દિવસ અદાણીના શેર ખરીદી લઉ..!!!

Leave a comment