હાજીપીરના મેળામાં 462 ટ્રીપોમાં 18386 પ્રવાસીઓની આવજાવ થઈ

તાલુકામાં હાજીપીરની દરગાહ છે. જ્યાં માર્ચ માસની 4, 5 અને 6 તારીખ સુધી મેળાનું અાયોજન કરાયું હતું, જેથી અેસ.ટી.અે શ્રદ્ધાળુઅો માટે 70 જેટલી અેસ.ટી.ની બસો દોડાવી હતી. જે બસોઅે 462 જેટલી ટ્રીપો કરી હતી, જેમાં 18386 પ્રવાસીઅોની અાવજાવ થઈ હતી, જેથી અેસ.ટી.ને કુલ 20 લાખ 52 હજાર 426 રૂપિયાની અાવક થઈ હતી. અેવું અેસ.ટી. વિભાગીય નિયામક વાય.કે. પટેલે જણાવ્યું હતું.

હાજીપીરનો મેળો અામ તો ચૈત્ર માસમાં મેળો ભરાતો હોય છે. પરંતુ, અા વખતે મુસ્લિમના પવિત્ર માસને ધ્યાનમાં રાખીને ફાગણમાં જ મેળાનું અાયોજન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ ઉપરાંત જિલ્લા બહારથી પણ શ્રદ્ધાળુઅો હાજીપીરની દરગાહે માથું નમાવવવા અાવતા હોય છે. કેટલાક પદયાત્રીઅો પણ 1લી માર્ચથી નીકળ્યા હતા. જેમની સેવામાં કેમ્પો પણ ધમધમ્યા હતા.

અેટલું જ નહીં અેસ.ટી.અે પણ પદયાત્રીઅોને પરત તેમના ગંતવ્ય સ્થાને જવા માટે વિશેષ બસોનું સંચાલન શરૂ કર્યું હતું. કુલ 70 જેટલી બસો દોડી હતી. જોકે, ખાનગી બસો અને અન્ય વાહનો પણ સારા અેવા પ્રમાણમાં દોડ્યા હતા, જેથી શ્રદ્ધાળુઅો અનુકૂળતા મુજબના વાહનોમાં મુસાફરી કરી હતી. તોય અેસ.ટી.અે 462 જેટલી ટ્રીપો કરી હતી.

જેનો 18386 પ્રવાસીઅોઅે લાભ લીધો હતો. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમ સમાઅે જણાવ્યું હતું કે, માધાપર હાઈવે પાસે કાસમશા પીરની દરગાહ, સરપટનાકા, ગાંધીનગર, પાલારા, રૂદ્રમાતા, લોરિયા, ઝુરા ફાટક પાલનપુર, જુરા, નિરોણા, બિબ્બર વાડી વિસ્તાર, સૈયદપીર, ગોગરઢોઈ, છસલા, બરકલમાં પણ સેવા કેમ્પો ધમધમ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુ અને મુસ્લિમની અેકતાના પ્રતિક હાજીપીરની દરગાહે સારી અેવી સંખ્યામાં શ્રદ્ધાળુઅો ઉમટ્યા હતા. વાહનો પણ સારી અેવી સંખ્યામાં દોડ્યા હતા. અેસ.ટી. વિભાગની સેવાનો પણ શ્રદ્ધાળુઅોઅે સારો અેવો લાભ લીધો હતો.

Leave a comment