ત્રણ પ્રતિષ્ઠિત પુરસ્કારો સાથે અગ્રેસર સ્ટાર્ટ-અપ તરીકે ઉભરી આવ્યું!
અદાણી એન્ટરપ્રાઇઝિસ અને EdgeConneXનું સંયુક્ત સાહસ એવી AdaniConneX કંપનીને વિવિધ એવોર્ડ્સથી નવાજવામાં આવી છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ પેસિફિક ટેલિકોમ્યુનિકેશન્સ કાઉન્સિલ (PTC) 2023 અને CIO ચોઈસ એવોર્ડ્સ- 2023 એવોર્ડ્સ હાંસલ કરી સફળતાનો પરચમ લહેરાવ્યો છે. PTC 2023 એવોર્ડ સમારોહમાં EdgeConnex ટીમે પણ ‘Outstanding Diversity and Inclusion Champion Award એવોર્ડ જીત્યો હતો. એવોર્ડ સમારોહમાં ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં કંપનીનું સન્માન કરવામાં આવ્યું.
હવાઈના હોનોલુલુ ખાતે આયોજીત પેસિફિક ટેલિકોમ્યુનિકેશન્સ કાઉન્સિલ (PTC) 2023 એવોર્ડમાં ડેટા સેન્ટરે ‘આઉટસ્ટેન્ડિંગ સ્ટાર્ટઅપ એવોર્ડ’ જીત્યો હતો. જ્યારે મુંબઈમાં આયોજીત CIO ચોઈસ એવોર્ડ્સ 2023માં ‘ઇન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર સોલ્યુશન’ અને ‘ડેટા સેન્ટર મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર’ની શ્રેણી હેઠળ પુરસ્કારો મેળવ્યા હતા.
ડેટા સેન્ટર બિઝનેસના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડેટા સેન્ટર બિઝનેસ હેડ સંજય ભુટાનીએ જણાવ્યું હતું કે “આ પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવીને અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુરસ્કારો ભારતનું સૌથી મોટું સ્થાયી ડેટા સેન્ટર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાઓ અને ક્ષમતાઓને પ્રમાણિત કરે છે, ગ્રાહકોના વિશ્વાસને વેગ આપવામાં તે ખૂબ જ મદદરૂપ નીવડશે.”
PTC 2023 એવોર્ડ સમારંભમાં વિશ્વભરના 1000થી વધુ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે CIO ચોઈસ એવોર્ડ સમારંભમાં લગભગ 300 વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ હાજર હતા. PTC અને CIO ચોઈસ એવોર્ડ બંને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ્સ છે. CIO ચોઇસ પ્લેટફોર્મ વિશ્વભરના પ્રીમિયર ટેક્નોલોજી સંચાલિત ઉદ્યોગો વચ્ચે શ્રેષ્ઠ આદાનપ્રદાનની સુવિધા પૂરી પાડે છે. જ્યારે પેસિફિક ટેલિકોમ્યુનિકેશન્સ કાઉન્સિલ 40 થી વધુ દેશોમાં ફેલાયેલી માહિતી અને સંચાર તકનીકો (ICT) માં વિકાસને પ્રોત્સાહન આપતી અગ્રણી સંસ્થા છે. દર
વર્ષ 2022માં શરૂ થયેલું AdaniConneX દેશભરમાં ડેટા સેન્ટર્સ, નેટવર્ક્સ, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એપ્લીકેશન્સ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની સાથોસાથ ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગવાન બનાવી રહ્યું છે. AdaniConneX ની ટીમ વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતાઓ અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકસાવવામાં કુશળ છે. ગ્રાહકોની IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોની ઊંડી સમજ અને કસ્ટમ સોલ્યુશન્સ લાવવામાં શ્રેષ્ઠ અનુભવ ધરાવે છે.
