છેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છમાં વિકાસના પગલે ખાનગી કોમશયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધી છે. વાહનોની સંખ્યામાં વધારો થતાં માર્ગ પરિવહન વિભાગ (આરટીઓ)ની કામગીરીનું ભારણ વધ્યું છે. આરટીઓ તંત્રએ ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
વર્ષ ૨૦૨૩ના પ્રથમ મહિનામાં આરટીઓ તંત્રએ કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહનો પર ધોંસ બોલાવી હતી. એક માસમાં ઓવરલોડ વાહનોના ૬૦૫ મેમો ફાટયા હતા. ઓવરલોડ વાહનો પર દંડનીય કામગીરીમાં કચ્છનું આરટીઓ તંત્ર રાજ્યભરમાં સૌથી મોખરે રહ્યું હતું. કચ્છના પ્રવેશદ્વારસમા સામખિયાળીથી છેક લખપત સુધીના વિસ્તારમાં કોર્મશિયલ વાહનો મોટી સંખ્યામાં દોડે છે. જેમાં નમક, બોકસાઈટ, સિમેન્ટ વિગેરેનું પરિવહન કરતા વાહનો ઓવરલોડ દોડતા રહે છે. આરટીઓ તંત્રએ જાન્યુઆરી માસમાં ૬૦૫ કેસ કરી દંડનીય કામગીરી કરી હતી. જેના પેટે આરટીઓ તંત્રની તિજોરીને રિકવરી પેટે ૯૯.૭૧ લાખની માતબર આવક થઈ હતી અને સંપૂર્ણ રિકવરી થયા બાદ આ આંક હજુ વધુ ઉંચો જશે.જાન્યુઆરી મહિનામાં ઓવરલોડ વાહનોના ૬૦૫ મેમો ઉપરાંત પીયુસી, ઈન્સ્યુરન્સ, લાયસન્સ વિગેરે જેવા અન્ય મેમોની સંખ્યા ૧૮૨૨ રહી હતી. જેના આધારે રિકવરી પેટે અંદાજીત બાવન લાખની આવક થઈ ચુકી છે અને વધુની વસુલાત થયા બાદ તેનો પણ આંક ઉંચો જશે. આમ જાન્યુઆરી માસમાં આરટીઓ તંત્રએ ર૪૨૭ મેમો ઈસ્યુ કરી સપાટો બોલાવ્યો હતો અને દંડ પેટે ૧.૫૧ કરોડની વસુલાત થઈ હતી. ચાલુ ફેબુ્રઆરી માસમાં ઓવરલોડ વાહનોના ૪૦૦ જેટલા મેમો ઈસ્યુ થયા છે. અંદાજે રૃા. ૭૦ લાખ જેટલી આવક થઈ છે. કામગીરીના સતત ભારણ વચ્ચે આરટીઓ તંત્રએ ધાક બેસાડતી કામગીરી કરી કચ્છમાં ઓવરલોડ પરિવહન કરતા ંલોકોમાં ફફડાટ ફેલાયો છે.
