~ પોલીસ કર્મચારી સાથે પણ ઓનલાઇન ૨.૧૭ લાખની ઠગાઇ
પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ સેમસંગ ફાયનાન્સમાંથી લોન લીધી હતી. જે ભરવા માટે ગુગલ પર સર્ચ કરતાં અજાણ્યા શખ્સોએ લોન ભરવાના નામે રૃપિયા ૨,૧૬,૬૫૬ ભરાવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં બી ડિવિઝન પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મૂળ સુરેન્દ્રનગર લીંબડીના હાલ ભુજના ભાવેશ્વરનગરમાં રહેતા અને પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પ્રેમજીભાઇ છગનભાઇ મકવાણાએ ગત જુલાઇ ૨૦૨૨ના સેમસંગ ફાયનાન્સમાંથી મોબાઇલ એપ્લીકેશન દ્વારા રૃપિયા ૧,૦૧૧૦૦ની લોન લીધી હતી. જે પેટે ત્રણેક હપ્તા ભર્યા હતા. પછી લોન બંધ કરાવવા માટે ફરિયાદીએ ઓનલાઇન સેમસંગ ફાયનાન્સના ટોલ ફ્રી નંબર પર ફોન કરતાં જવાબ મળ્યો હતો. કે, તમને થોડીવારમાં ફોન આવશે બાદમાં અન્ય નંબર પરાથી ફોન આવતાં ફરિયાદીએ લોન બંધ કરવાનું કહેતા ફોનાધારકે બારકોટ ફરિયાદીના વોટસ-એપ પર મોકલાવ્યો હતો. અને બારકોડ નંબર પર પૈસા ન ભરતા કહી પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ નંબર તાથા આઇએફસી કોડ મોકલાવ્યો હતો. જેના પર ફરિયાદીએ ગુગલ-પેાથી લોનના બાકી રૃપિયા ૯૫,૬૫૬ ટ્રાન્ફર કર્યા હતા. બાદમાં અજાણ્યા ફોન ધારકે હજુ તમારી લોન ભરપાઇ થઇ નાથી તેમ કહી ફરિયાદી પાસેાથી અલગ અલગ કારણ દર્શાવીને કુલ રૃપિયા ૨,૧૬,૬૫૬ ભરાવી ફરિયાદીની લોન ન ભરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં અજાણ્યા ફોન ધારક અને બેન્ક એકાઉન્ટ ધારક વિરૃાધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
