~ બંને દેશો વચ્ચે સરળતાથી નાણા ટ્રન્સફર કરી શકાશે
આજે ભારતનું ભારતનું UPI સિંગાપોરના PayNow સાથે જોડાશે. આ ખાસ પ્રસંગે બંને દેશોના વડાપ્રધાન સાક્ષી બનશે. પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કેન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાશે. આ અગાઉ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવાયુ કે આ સુવિધાનું ઉદ્ઘાટન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન કરશે.
બંને દેશો વચ્ચે સરળતાથી નાણા ટ્રન્સફર કરી શકાશે
ભારતનું UPI તેની ઝડપી ચુકવણી ઝડપ અને ઉપયોગમાં સરળતાને કારણે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સિંગાપોરના PayNow અને ભારતના (UPI) વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી આજે શરૂ થશે. આ સાથે બંને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી હેઠળ ખૂબ જ સરળતા અને ઝડપ સાથે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. સિંગાપોરમાં રહેતા ભારતીયો હવે UPI દ્વારા ભારતમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. આ ઉપરાંત સિંગાપોરમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીના માતા-પિતા ખૂબ જ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરીને UPI દ્વારા પૈસા મોકલી શકશે.
PM મોદી વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં જોડાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ ભારતના UPI અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. પીએમ મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જોડાશે. વડા પ્રધાન કાર્યાલયએ સોમવારે એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી.
