~ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો
~ રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોચી જશે: અંબાલાલ પટેલ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી વચ્ચે જ ગરમીએ તેની અસર શરુ કરી દીધી છે. હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી પર રહ્યુ છે. આમ તો માર્ચમાં બરોબર ગરમી પડતી હોય છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં ગરમીનો પારો ઉપર ચડી ગયો છે. આજે ભૂજનુ મહત્તમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયુ હતું જે છેલ્લા 7 વર્ષમાં 16 ફેબ્રુઆરી સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો.
હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવાશે
હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે. અને આ સાથે હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે તો દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી પડવા લાગી છે. આવી હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવાશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે થોડા દિવસ પહેલા આગાહી કરી હતી કે આ વર્ષે ઉનાળો લોકોને દજાડશે. અને માર્ચ મહીનાની શરુઆતમા જ આકરી ગરમી પડવા લાગશે. અને રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોચી જશે. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે તા 25 થી 26 માર્ચ દરમ્યાન દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની આગાહી કરી હતી.
ઉત્તર-પૂર્વીય પવનના લીધે મોટાભાગના શહેરોમાં ડબલ ઋતુનો અનુભવ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 5થી 7 ડિગ્રી વધી 38 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયુ હતું. ગઇકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી વધી 32.8 ડિગ્રીએ અને લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ભૂજનુ મહત્તમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયુ હતું. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ડબલ ઋતુનો અનુભવ રહેશે.
