~ ૧.૯૭ લાખની આવક સરકારને થવા પામી, ૫૭૫ વિદેશી પ્રવાસીઓ પણ રણ મહાલવા આવ્યા
કચ્છના સફેદ રણમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વાધારો થાય છે ત્યારે આ વર્ષે પણ વાધારો નોંધાયો છે. દર વર્ષે નવેમ્બર મહિનાથી રણોત્સવની શરૃઆત થાય છે જે ફ્રેબુ્રઆરી સુાધી ચાલે છે. વર્ષ ૨૦૨૧.૨૦૨૨ દરમ્યાન નવેમ્બરાથી ફ્રેબ્આરી સુાધી સફેદરણમાં ૧,૮૦૦૭૪ પ્રવાસી આવ્યા હતા તેની સામે આવક ૧,૮૦૦૭૪૦૦ થવા પામી હતી..
આ વર્ષે ૨૦૨૨ નવેમ્બરાથી જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન ૧,૯૭૦૫૭ પ્રવાસી આવ્યા છે.જેની સામે ૧,૯૭૦૫૭૦૦ની આવક થવા પામી છે આ વર્ષે ભારતીય ૧,૯૬૪૮૨ અને વિદેશી ૫૭૫ પ્રવાસી આવ્યા છે સફેદરણને જોવા માટેની પરમીટ ફી એક વ્યક્તિની રૃપિયા ૧૦૦ છે જેમાં વિદેશી પ્રવાસીની પણ ૧૦૦ જ લેવામાં આવે છે. બે વર્ષ કોરોનાને લઈને પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો હતો જો કે કોરોના પછી સંખ્યા વાધી છે. આ ઉપરાંત તાજેતરમાં જી ૨૦ ને લઈને વિદેશી ડેલીગેટ્સ આવવાના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વાધારો થાય તે નિશ્ચિત છે કચ્છનું મોટુ રણ, નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો સમાવેશ થાય છે.
કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે. અને તે વિશ્વનો સૌથી મોટું મીઠું રણ તરીકે ગણાય છે. ‘રણદ એટલે હિન્દીમાં ડેજર્ટ નો આૃર્થ છે જે સંસ્કૃત શબ્દ ‘ઇરિનાદ પરાથી આવ્યો છે જેનો આૃર્થ રણ પણ થાય છે. કચ્છના રહેવાસીઓને કચ્છિ કહેવામાં આવે છે અને તે જ નામાથી પોતાની ભાષા ધરાવે છે. કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો, અને શીખોનો સમાવેશ કરે છે.
કચ્છ ક્ષેત્રનો રણ પારિસિૃથતિક રીતે સમૃદ્ધ વન્ય જીવન જેમ કે ફ્લેમિંગોસ અને જંગલી ગાધેડોનો માટે પ્રાકૃતીક આશ્રય સૃથાન છે. જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે. રણનો થોડા વિસ્તાર વન્ય જીવન જેમ કે ભારતીય જંગલી ગાધેડો અભ્યારણ્ય, કચ્છ રણ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે. તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરાથી ફેબ્આરી સુાધી દર વર્ષે ‘રણ ઉત્સવદ નામાથી ઉત્સવ ઉજવ્યો છે. જેમા મુલાકાતીઓને સૃથાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામા આવે છે. જેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ સૃથળની મુલાકાત માટે આવે છે. આસપાસના સૃથાનિક લોકો માટે આ આવકનો મુખ્ય સ્રોત છે.
ભૂકંપની ગોઝારી ઘટનાને બે દાયકા થયા. એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓ માટે સ્વર્ગ છે. સફેદ રણમાં રણોત્સવ એ કચ્છની ઓળખ બન્યું છે. સફેદ રણમાં દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રાધાન નરેન્દ્રભાઈ મોદીનો બહુ જૂનો નાતો છે.૨૦૦૫ માં રણોત્સવની શરૃઆત કરાવી હતી. ધોરડો ગામ ભુજાથી ૮૦ કિલોમીટર દૂર આવેલું છે. આજે આ ગામ દુનિયાના નકશા પર જાણીતું બની ગયું છે. સફેદ રણની પડખે વસેલું આ ગામ પછાતની ગણતરીમાં આવતું હતું. આ ગામ બન્ની વિસ્તારમાં આવેલું. વિસ્તારના ઘણા ગામો ધોરડો જૂાથ પંચાયતમાં આવે છે. એક સમયે નરેન્દ્રભાઈ મોદી સંઘના કાર્યકર તરીકે આખા રાજ્યમાં ફરતા હતા. તેઓ એક વખતે બન્ની વિસ્તારમાં પહોંચી ગયા. તેમની મુલાકાત વિસ્તારના આગેવાન ગુલબેગ હુસૈન સાથે થઇ. એ વખતે રણ એટલે ડર લાગે એવી જગ્યા.
