ક્ચ્છ કોપર લીમીટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્રારા મુંદ્રામાં લોક આરોગ્યની જાળવણી માટે હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

ક્ચ્છ કોપર લીમીટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્રારા મુંદ્રામાં હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ પંથકના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેમજ સંભવિત રોગોને થતા પહેલા જ ડામવા માટે હેલ્થ ચેકઅપ ખુબ જ મહત્વનું છે. 24-28 જાન્યુઆરી દરમિયાન આયોજીત કેમ્પને સફળ બનાવવા અદાણી હોસ્પિટલ તથા સરકારી આરોગ્ય વિભાગની ટીમે પણ પુરતો સાથ-સહકાર આપ્યો હતો.

ક્ચ્છ કોપર લિમીટેડના પ્રોજેક્ટ વડા ફ્રેંન્ક મોરીસ દ્વારા મંગળવાર(24-જાન્યુઆરી)ના રોજ  રિબીન કાપી આ આરોગ્ય કેમ્પ ખુલ્લો મુક્વામાં આવ્યો હતો. જેમા ગામના ઉપ-સરપંચ, શાળાના શિક્ષકો, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માછીમાર સમુદાયના લોકોએ પણ આ ઉમદા કાર્યને હર્ષભેર વધાવ્યું હતું.

લેબોરેટરી તપાસ માટે દૂર સુધી ન જઈ શકતા અંતરિયાળ ગામોના દર્દીઓને ઘરઆંગણે જ સ્વાસ્થ્ય સુવિધાનો લાભ પહોંચાડવાનો હેલ્થ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ હતો. જેમાં દર્દીઓના હીમોગ્લોબીન, લીવર ટેસ્ટ, કીડની, સુગર લેવલ, યુરીન એનાલીસિસ, ફેફ્સા વગેરેના લેબ પરિક્ષણો કરવામાં આવ્યા હતા. આરોગ્યલક્ષી કેમ્પની સફળતાને જોતા આગામી પાંચ વર્ષમાં લગભગ 60,000 લોકોની લેબ દ્વારા આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પને સફળ બનાવવામાં APSEZના ED રક્ષિત શાહ, ફાઉન્ડેશનના CSR હેડ પંક્તિબેન શાહ તેમજ હેલ્થ ટીમ સહિત અનેક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a comment